________________
પ્રકરણ ૧૫
ચિત્રકલા
૧. લધુચિત્રો
ઈ.સ. ૧૫૭૩ ના અંત ભાગમાં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત પ્રાંત પર પિતાની સંપૂર્ણ સત્તા જમાવી ત્યારે ચિત્રકલાના ક્ષેત્રમાં ગુજરાતમાં લઘુચિત્રકલા પ્રચારમાં હતી. આ કલા રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રના જૈન જ્ઞાનભંડારની હસ્તપ્રતોમાં જળવાઈ રહી હતી. આ કલાના કેટલાક નમૂના જૈનેતર હસ્તપ્રતોમાં પણ જળવાઈ રહેલા જોવા મળે છે. હસ્તપ્રતની આ કલાને આપણે
જેન શૈલી અપભ્રંશ શૈલી “રાજસ્થાન શૈલી” કે “પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલી તરીકે ઓળખાવીએ છીએ. નેધપાત્ર હકીકત એ છે કે મુઘલ કાલમાં આ ચિત્રકલાએ ગુજરાતી શૈલી' તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ચિત્રોને મોટો સમૂહ ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રના જ્ઞાનભંડારોમાં કે ચિત્ર શાળાઓમાં તૈયાર કરવામાં આવ્યો હતો. અકબરના સમયમાં ગુજરાતના સંગીતકારો, ચિત્રકારે અને બીજા કલાકારે પિતાને અલગ તારવવા માટે (પિતાના નામની પાછળ) ગુજરાતી શબ્દ પ્રયોજતા હતા.અકબરની ચિત્રશાળામાં કેશવ ગુજરાતી, માધવ ગુજરાતી અને ભીમ ગુજરાતી પ્રસિદ્ધ ચિત્રકાર હતા.
આ સમયની મોટા ભાગની હસ્તપ્રતો કાગળની જોવા મળે છે. અગાઉ જે ચિત્રો તાડપત્રોની હસ્તપ્રતોમાં જોવા મળતાં હતાં તે હવે કાગળની હસ્તપ્રતોમાં વધારે વિકસિત સ્વરૂપે જોવા મળે છે. તાડપત્રનું સ્થાન કાગળે લીધાનો સમય આશરે ઈસવી સનની ૧૫ મી સદીને અંકાય છે. કાગળ પર અંકિત થયેલી શુદ્ધ ગુજરાતી ચિત્રકલા લગભગ બસો વર્ષ સુધી ટકી રહેલી જોવા મળે છે. ઈસવીસનની ૧૬ મી સદીથી મુઘલ અને રાજપૂત ચિત્રકલાને વિકાસ થતાં એ એમાં લુપ્ત થઈ ગયેલી જોવા મળે છે.
ગુજરાતી કલાકારને પિતાની ચિત્રકલાની અભિવ્યક્તિ માટે કાગળનું સાધન પ્રાપ્ત થવાથી ચિત્રકલાનું સ્વરૂપ પણ કેવું બદલાયું તેને ઇતિહાસ આ બસો વર્ષની ગુજરાતી ચિત્રકલા પૂરો પાડે છે. તાડપત્રમાં ચિત્રાલેખન માટે કલાકારોને