________________
૪૮૦]
| મુથલ કાલ
નીકળતી સૂર્યમુખીની ફૂલવેલની ભાત તથા કમાનમાં સુંદર કલાધર મયૂરના શિથી આ જાળીઓ સુશોભિત છે.
મુઘલ કાલમાં પથ્થરની જાળીઓ કરતાં લાકડાની જાળીઓનું કોતરકામ વધુ. બહોળા પ્રમાણમાં થયું તેના અનેક નમૂના આજે ઉપલબ્ધ છે. ઈ.સ. ૧૭૦૯ માં બંધાયેલ હળવદના રાજમહેલની દીવાલમાં જડેલી લાકડાની જાળીઓ મુઘલ કાલના. પ્રારંભના જાળીકામને સારો નમૂનો પૂરો પાડે છે. બારીક ભૌમિતિક આકૃતિઓ કેતરીને કલાત્મક રીતે એની રચના કરવામાં આવી છે.
પાટણના વાડી-પાર્શ્વનાથ મંદિરને લાકડાને મંડપ, જે હાલ મેટ્રૉલિટન યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂમાં સચવાયેલે છે, તેની દીવાલે સુંદર અને કલાત્મક ભૌમિતિક આકૃતિઓવાળી જાળીઓની બનેલી છે. એની એક દીવાલમાં વચ્ચેના ભાગમાં દેવ-દેવીઓ તથા સુરસુંદરીઓનાં શિલ્પ, બારીક તિરણીવાળાં તરણ, બદલે, ગ્રાસ-પટ્ટી વગેરેથી સુશોભિત કલાત્મક ઝરૂખો આવેલું છે. સમગ્ર મંડપ આ કલાત્મક જાળીઓથી શોભી રહ્યો છે. આગળ જોયું છે તેમ આ મંડપનું નિર્માણ ઈસ. ૧૫૯૪ માં થયું છે (જુઓ આ. ૫૫).
પાટણમાં જુદા જુદા પ્રકારની ભાતવાળી લાકડાની જાળીઓથી યુક્ત એક મકાનની શ્રી બજેસે નેંધ લીધી છે. પુષ્પાંકિત આકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ, નરયુમે, પક્ષી–યુગલ વગેરે આકૃતિઓને આ મકાનની જાળીઓમાં કલાત્મક રીતે કંડારવામાં આવી છે. આ ઉપરાંત મકાનનું પ્રત્યેક સ્થાપત્ય-અંગ–દ્વારશાખ ઝરૂખો બારીઓ ગોખલા મદલો ટોડલા વગેરે શિલ્પ અને બારીક કતરણીથી ખીચોખીચ છે. એક ઈંચ પણ કોતરણ વગર બાકી રખાયો નથી. પાટણ એ. કાષ્ઠકલાનું કેંદ્ર હતું, જ્યાં તે સિદ્ધની ચરમસીમાએ પહોંચી હતી. જેને આ અદ્દભુત નમૂને છે.૩૭
૫મુસ્લિમ રૂપાંકન મુઘલ કાલ દરમ્યાન ઇસ્લામી સ્થાપત્યની જેમ ઈસ્લામી શિલ્પના ક્ષેત્રે પણ અવનતિ થયેલી જોવા મળે છે. અગાઉ મજિદે અને મકબરામાં ભૌમિતિક અને પુપાંકિત એમ બંને રૂપાંકને છૂટે હાથે ઉપયોગ થતો તેમજ તેઓનું અંકન કલાત્મક અને બળવાન થયેલું જોવા મળતું, પરંતુ મુઘલ કાલમાં રૂપાંકનનું પ્રમાણ ઘટી ગયેલું નજરે પડે છે. ઉપલબ્ધ રૂપાંકનમાં પુપાંકન ગૌણ બનેલાં ને ભૌમિતિક રૂપાંકન મુખ્ય બનેલાં જણાય છે. પુષ્યાંકનેમાં મુખ્યત્વે પદ્માકાર પ્રજાતા જોવા મળે છે. રૂપાંકનમાં એકંદરે અગાઉની શૈલીનું અનુકરણ થયું છે, પણ અગાઉને ભભકે વરતાતો નથી.