________________
६
પણ વસાહતા સ્થપાઈ. એ સહુમાં છેવટે અંગ્રેજો ાવ્યા. મુઘલ બાદશાહ જહાંગીર તરફથી તેઓને વેપાર અને વસવાટની છૂટ ગુજરાતમાં મળી હતી. કાલ દરમ્યાન બંદર તરીકે સુરતની પડતી થઈ ને અંગ્રેજોએ એને બદલે મુંબઈને દર તરીકે વિશ્વસાવવા માંડયું,
આ ગ્રંથના ખંડ ૧ : પ્રાસ્તાવિકમાં ફારસી-અરખી તવારીખેા, ફ્રારસી– અરખી અભિલેખો અને સિક્કા, હિંદુ-જૈન સાહિત્ય, સંસ્કૃત-ગુજરાતી અભિલેખો, ખતપત્રો અને ફરમાનેા, પુરાવસ્તુકીય સાધના—એ વિવિધ સાધન-સામગ્રીને સામાન્ય પરિચય આપવામાં આવ્યું છે.
ખંડ ૨ રાજકીય ઇતિહાસને લગતા છે. એમાં પહેલાં ગુજરાત સાથેના મુધલ બાદશાહેાના પુસ પર્કાના તથા ગુજરાતમાં થયેલી મુઘલાઈની સ્થાપનાને ખ્યાલ આપીને, આદશાહ અકબરથી માંડીને બાદશાહ આલમગીર ૨ જાના રાજ્ય અમલને વૃત્તાંત નિરૂપાયે છે.
આ કાલ દરમ્યાન કચ્છ સૌરાષ્ટ્ર અને તળગુજરાતમાં અનેક સમકાલીન રાજ્ય થયાં. એના રાજવંશાને વૃત્તાંત પ્રકરણ ૫ માં આપવામાં આવ્યે છે.. એમાં જાડેજા ઝાલા પરમારા ગૃહિલા ખીચીં ચૌહાણા અને સાલકીની અનેક સમાંતર શાખાઓ પ્રત્રી, જૂનાગઢ રાધનપુર પાલનપુર અને ખંભાતમાં નવાબી વંશ સ્થપાયા. વિદેશી વસાહતા અને મરાઠી સત્તાને વૃત્તાંત આ પ્રકરણનાં પરિશિષ્ટમાં અપાયે છે.
ગુજરાતનાં સૂબા સરકાર પરગણાં બંદરા નગરા અને ગામાને વહીવટ મુઘલાઈમાં કેવી રીતે થતા એને વિગતવાર પરિચય રાજ્યતંત્રના પ્રકરણમાં અપાચે છે. એના પરિશિષ્ટમાં કરેલુ ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કાઆનું નિરૂપણ સિક્કાશાસ્ત્ર તથા રાજકીય ઇતિહાસ માટે મહત્ત્વનું છે.
સાંસ્કૃતિક ઇતિહાસને લગતા ખંડ ૩ માં મુલલકાલીન ગુજરાતનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધમ સ'પ્રદાયેાનુ` નિરૂપણ કરાયુ છે. એમાં સુરતના બંદર વિશે એક પરિશિષ્ટ આપવામાં આવ્યું છે. મુધલાઈમાં અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીનું કુટુંબ મહત્ત્વનું સ્થાન ધરાવતુ હતું. ભાષાઓમાં ફારસી ભાષા - રાજ્યવહીવટની ભાષા તરીકે હિંદુએમાં પણ લોકપ્રિય નીવડી અને મધ્યકાલીન ગુજરાતી ભાષા એની અર્વાચીન ભાષાભૂમિ સુધી આવી પહોંચે છે. ગુજરાતમાં વિપુલ સાહિત્ય સાğ, એમાં અખા પ્રેમાનંદ અને શામળનાં પ્રદાન અગ્રિમ સ્થાન ધરાવે છે. ારસી સાહિત્યમાં હિંદ તથા પારસી લેખકાએ પણ ગગનાપાત્ર ફાળા આપ્યા. ઉર્દૂ સાહિત્યમાં