________________
૪૭૨]
મુઘલ કાલે
અમદાવાદના લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના સંગ્રહમાં (દિગંબર) પા. નાથની એક પદ્માસનસ્થ ધાતુપ્રતિમા સુરક્ષિત છે. પ્રતિમાનું પબાસણ (ગાદી) નવગ્રહ પર્દિકા તથા આંટી પાડીને બેઠેલા બે સર્પોનાં અર્ધશિલ્પોથી સુશોભિત છે. પાર્શ્વનાથજીની બંને તરફ ધરણેન્દ્ર અને પદ્માવતીનાં બે સુંદર લઘુશિ૯૫ કરેલાં છે. પબાસણની પાછળના ભાગમાં સં. ૧૬૫૮(ઈ.સ. ૧૬૦૧–૦૨) લેખ છે. પ્રતિમાનું માપ ૧૩૫૪૮ સે.મી. છે.
એ જ સંસ્થામાં એકલ મહાવીરના નામે ઓળખાતી મહાવીર સ્વામીની પદ્માસન-વિરાજિત ધાતુની સુંદર પ્રતિમા આવેલી છે તેના લંબગોળાકાર કાન કલામય રીતે ખભાને સ્પર્શે છે (આ. ૪૯). મુખાકૃતિ સૌમ્ય અને ધ્યાન મુદ્રામાં છે. કમર પરને ચાંદીને સાદ ક દોરો પ્રતિમા જૈન શ્વેતાંબર પંથની હેવાનું સૂચવે છે. કરબદ્ધાવસ્થામાં રહેલાં આંગળાં ખંડિત છે. નીચે પાટલી પર સં. ૧૬૯૭(ઈ.સ. ૧૬૪૦-૪૧)ને લેખ છે. પ્રતિમાનું માપ ૧રપ૮૯ સે.મી. છે.
એ સંસ્થામાં બીજી પણ પાર્શ્વનાથજીની એક ઊભી કાઉસગ્ગ ધાતુપ્રતિમા સુરક્ષિત છે, જે તદ્દન નાના કદની ૬૨૪૫ સેં.મી. માપની છે. પગની પાનીઓ ખંડિત થઈ ગયેલી છે. મસ્તક પર નાગની છાયા છે. પ્રતિમા ૧૭ મી સદીના પૂર્વાર્ધની જણાય છે.
વડેદરા મ્યુઝિયમની ઈન્ડિયન આર્ટ ગેલેરીમાં સંભવનાથની પિત્તળની ધાતુપ્રતિમા સચવાયેલી છે. એના પરિકરના પાછળના ભાગમાં વિ.સં. ૧૭૦૬(ઈ.સ. ૧૬૪૯-૫૦)ને લેખ છે. સુખાસનમાં બિરાજેલ સંભવનાથની સૌમ્ય મુખાકૃતિ અને પાછળને કલાત્મક પરિકર દર્શનીય છે. નીચે પાટલી પર અશ્વનું લાંછન છે.
અમદાવાદ-ઝવેરીવાડના એક જૈન મંદિરમાં કલાત્મક પરિકર (પંચતીર્થી)માં પદ્દમાસનસ્થ તીર્થકર વિમલનાથની પ્રતિમા (આ. પ૦) આવેલી છે. એમની કમર પર ચાંદીને કંદોરો છે. પંચતીથીના સ્તંભમાં બે પદમાસનસ્થ અને બે કાઉસગ્ગ મુદ્રામાં તીર્થકરનાં લઘુશિ૯૫ કંડારેલાં છે. એનું તરણુ હસ્તિ-યુગ્મ, બે ગંધર્વો, મયૂર વગેરે શિલ્પથી સુશોભિત છે. નીચેનું પબાસણ પણ જુદી જુદી આકૃતિઓથી સુશોભિત છે. પંચતીથી પર સં. ૧૭૬(ઈ.સ. ૧૬૪૯-૫૦)ને લેખ છે.
વડોદરા મ્યુઝિયમમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની પિત્તળની ધાતુપ્રતિમા સચવાયેલી છે. પાર્શ્વનાથ પદ્માસન લગાવી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા છે. મરતક પર નાગની છાયા છે. એમની જમણી બાજુ ગજમુખ પાર્શ્વયક્ષ છે, જેણે બે હાથમાં સપ અને બીજા બે હાથમાં ફળ અને નકુલ ધારણ કર્યા છે. ડાબી તરફ પક્ષી