________________
૧૪*}
ક્ષિતિએ
[૪૬૫
આ કાલનાં શિપેાની એક મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે એમાં પ્રાચીન શિલ્પકલાની ચેતનતા માવતા વગેરે જોવા મળતાં નથી, પણ એમાં તત્કાલીન વસ્ત્રપરિધાન અલકારા કેશકલા વગેરેનું પ્રતિબિંબ જોવા મળે છે, મદિરાના સડૅાવર પરની શિલ્પપટ્ટિકાઓ અને લાકડાની શિલ્પપટ્ટિકા પર પણ આ સમયના રિવાજો–ઉત્સવનું આલેખન થયેલું જોવા મળે છે.
૧. હિંદુ-જૈન પાષાણ-શિલ્પા
શામળાજી(જિ. સાબરકાંઠા)નુ ગદાધર મંદિર શિલ્પખચિત છે. મદિરના ગર્ભગૃહમાં વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની ચતુર્ભુજ પ્રતિમા સ્થાપેલી છે, જે મુખ્ય સેવ્ય પ્રતિમા છે. આ પ્રતિમા ડુંગરપુરના પારેવા પથ્થરમાંથી ધડેલી અને ૬૯ સે.મી, જેટલી ઊંચી છે. ગર્ભગૃહની દીવાલા સાદી છતાં એની પૂર્વની ભિત્તિમાં વૈષ્ણવ દેવતાની તથા દક્ષિણે પાતીની પ્રતિમા જડેલી છે,
મંદિરના ત્રીજા મજલા ઉપર મંડપનું પદ્મશિલાયુક્ત ઉતિ પ્રકારનું કલાત્મક વિતાન છે, જેના રૂપકંઠમાં ૧૬ વિદ્યાધરાની સુંદર પૂતળીઓ ગાડવેલી છે. મંદિરની શૃંગારચાકીઓનું વિતાન પણ આઠ કૃષ્ણ-ગેપીએનાં શિથી સુશૅાભિત છે. મ ંદિરના પ્રવેશદ્વારની રક્ષા કરતા એ હાથીનાં પૂર્ણ કદનાં શિલ્પ તથા ગર્ભગૃહ અને મંડપના ભદ્ર આગળનાં હાથીનાં (પાંચ જોડી) શિલ્પ દર્શનાથીનું ધ્યાન ખે ંચે છે, આ સિવાય મદિરનાં સ્તંભ તારણ મડાવર વગેરે વિભિન્ન પ્રકારની ભૌમિતિક આકૃતિઓ, પુષ્પાંકિત નકશી તથા કીચકા, કીર્તિ મુખા, પશુપક્ષીઓ, માનવા, દેવ–દેવી, કિંતરા,ગધČ વગેરે જુદા જુદા પ્રકારનાં વિપુલ શિલ્પેથી સુશાભિત છે. આ શિલ્પ મુખ્યત્વે અ-મૃત પ્રકારનાં અને રૂઢ પદ્ધતિએ ધડવામાં આવેલાં જણાય છે.
આ મદિરનાં દેવતાઓનાં મહત્ત્વનાં શિપેામાં યમ કુએર ઈશાન અગ્નિ નિશ્રૃતિ ઇંદ્ર વાયુ વરુણ વગેરે દિક્પાલા તેમજ વિભિન્ન મુદ્રામાં બેઠેલા ઊભેલા કે નૃત્ય કરતા ગણેશ વગેરેનાં કલામય શિલ્પેને સમાવેશ થાય છે. શિવનાં વિભિન્ન સ્વરૂપવાળાં શિપ પણ અહીં જોવા મળે છે, જેમાં મંદિરના દક્ષિણ–ઝરૂખામાં છ ભુજાએ વાળા શિવનું સૌથી સુંદર શિલ્પ આવેલું છે, એમના હાથમાં માલા દંડ ત્રિશૂળ નાગ ખડ્વાંગ અને કમ'ડળ ધારણ કરેલ છે. પાસે એમનું વાહન નંદી પણ છે. મંડાવર પર વિષ્ણુનાં એ શિપ-એક નૃત્યમુદ્રામાં અને ખીજું ગરુડારૂઢ લક્ષ્મીનારાયણુ. સ્વરૂપ કંડારવામાં આવ્યાં છે. મંડપની વેદિકા પર ત્રિવિક્રમ સ્વરૂપ વિષ્ણુનુ શ્રૃતિ.-૬-૩૦