________________
પ્રકરણ ૧૪
શિલ્પકૃતિઓ
મુઘલ કાલમાં ગુજરાતમાં શાંતિ અક્ષુણ્ણ રહી, પ્રજાની આબાદી પણ વધી અને ગુજરાતનાં શિપ-સ્થાપત્યના વિકાસની દડમજલ બમણા વેગથી આગળ *પી. મુઘલ બાદશાહેાની ઉદાર ધ`સહિષ્ણુ નીતિને કારણે ક્રૂરીથી વિશાળ સંખ્યામાં મંદિર પણ બંધાયાં તે મુખ્ય સેવ્ય પ્રતિમા સાથે મ ંદિરના સુશે.ભન માટેનાં શિલ્પે।તું પણ નિર્માણ બહેાળા પ્રમાણમાં થવા લાગ્યું. આ સમયનાં પથ્થર ધાતુ અને કાષ્ઠનાં શિલ્પ વિપુલ પ્રમાણમાં મળે છે. એ પૈકી પથ્થરનાં શિદ્ધપેાની કક્ષા કંઈક ઊતરતી જણાય છે, પણ ધાતુ અને કાષ્ઠનાં શિલ્પ એની તુલનાએ ઉન્નત જણાય છે. આ કાલનાં શિલ્પેોનાં કેટલાંક તૈધપાત્ર લક્ષણ નીચે પ્રમાણે છે:
૧. પ્રાચીન કાલમાં શિલ્પકલામાં મનુષ્ય-આકૃતિને પ્રાધાન્ય અપાતું, પરંતુ મુસ્લિમ કાલમાં ઇસ્લામી સ્થાપત્ય તરફ વધુ ધ્યાન અપાયુ ને એમાં મૂર્તિઓને સ્થાને નકશીકામ જાળીકામ ગેાખ મિનારા વગેરેની રચનાને પ્રાધાન્ય મળ્યુ, આથી શિપીએનાં ટાંકણાંમાંથી મનુષ્ય-આકૃતિ જ સરી ગઈ. પરિણામે સલ્તનત કાલ અને મુઘલ કાલમાં રચાયેલાં મનુષ્ય-શિલ્પ વધુ નિર્જીવ અને ભાવ વગરનાં લાગે છે. ૧
૨. ઉત્તમ કારીગર મુસ્લિમ સ્થાપત્યના નિર્માણુકા માં રાકાયા અને સામાન્ય સ્થાનિક કારીગરે મૂર્તિઓના ધડતરનું કામ કરવા લાગ્યા. પરિણામે આ સમયની શિલ્પકૃતિમાં લોકકલા અને સ્થાનિક કલાનાં તત્ત્વ ઉમેરાયાં અને હિંદુ મૂર્તિવિધાન કે ધર્માંશાસ્ત્રામાં જેમના વિધાન કે નામના ઉલ્લેખ પણ મળતા ન હેાય તેવા ગ્રામદેવતાઓનાં પણ શિલ્પ બનવા લાગ્યાં. કારીગરાએ શિલ્પશાસ્ત્રના પૂરતા જ્ઞાનના અભાવે મૂર્તિઓનાં આયુધ તથા વાહન વગેરેની આબતમાં પણ ઘણી વિસંગતના ઊભી કરી.
૩. સ્મૃતિ એના શરીરનાં અંગેાનાં પ્રમાણમાપ પણુજળવાયાં નહિ પરિણામે આ કાળની મૂતિઓ ધણે ભાગે કઢ ંગી જણાય છે. મનુષ્ય-આકૃતિમાં પણ માથુ