________________
૪૫૦]
મુઘલ કાલ
[
ભાત પાડે છે. ઘૂમટની ટોચે પિત્તળનાં બીજચંદ્ર અને તારે મૂકેલ છે. આ રચના સરદારખાનના પૂર્વજ મૂલતઃ ઈરાનના વતની હોવાનું સ્મરણ કરાવે છે. ૩૫
આ નાની પણ નમૂનેદાર મસ્જિદમાં ઉપરના ભાગેથી બે ચાપ વડે અણીદાર ખૂણે બનાવતી ત્રણ સરખી કમાન, બંને બાજુના સરખી ઊંચાઈના ચાર મજલાવાળા મિનારા, સરખા કદ અને ઘાટના, પણ મિનારા કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા ત્રણ ધૂમટ અને લિવાનના બે પડખામાં કાઢેલા ઝરૂખા સંયોજનની દષ્ટિએ પ્રશંસાપાત્ર છે. ૧૩૪
મકબર ઉપર્યુક્ત ભરિજદ સાથે સંકળાયેલ છે, પરંતુ એ અલગ કાટ ધરાવે છે. આ ઈમારત ઊંચા ઈટરી પીઠ પર બનેલી છે. મધ્યમાં સફેદ આરસની સરદારખાનની પિતાની સુંદર કબર છે, ઉપરાંત બીજી બે કબર પણ જોવા મળે છે. કબરને ફરતા ૧૨ સ્તંભો વડે ખંડ ર છે, જેની બાજુઓને નકશીદાર જાળીઓની પડદીથી ભરી લીધી છે. એને ફરતો ૨૦ તંભોવાળે રવેશ છે. રવેશના બંને છેડાઓ પર નકશીદાર પડદીઓ ભરી છે. મધ્યખંડની ઉપર વિશાળ કદનો જમરૂખ-ઘાટને ઘૂમટ કરેલો છે ને એની ટોચે ઉપયુક્ત મજિદની જેમ પિત્તળનાં બીજચંદ્ર અને તારો મૂકેલાં છે. આ મુખ્ય ઘૂમટને ફરતા એ જ ઘાટના પણ નાના કદના આઠ ઘૂમટો વડે રવેશનું છાવણું બનાવેલું છે.૧૩૭
આસપાસ ઘણાં મકાન બની ગયાં હોવાથી દૂરથી તો આજે આ ભવ્ય રોજાના ઘૂમટ સિવાય કંઈ દેખાતું નથી.
અમદાવાદને હઝરત મૂસા સુહાગને રોજો– દિલ્હી દરવાજા બહાર કંમ્પના રસ્તે જતાં રેલવે ક્રેસિંગ પાસે આ રોજો આવે છે. એને ફરતે કોટ કરેલ છે. કોટમાં ભવ્ય પ્રવેશદ્વાર છે. અંદરના ભાગમાં બીજે કમાનાકાર કેટ કરે છે તેની અંદર રેજે આવેલ છે. ઇમારત ઈટ અને ચૂનાથી બાંધેલી છે. મજિદ નીચી છે અને એના લિવાનના આગલા ભાગમાં ત્રણ કમાનાકાર પ્રવેશ કરેલા છે. આ દરગાહમાં હઝરત મૂસાની કબર ઉપરાંત બીજી ચાર કબર છે.
સ્થાપત્યની દૃષ્ટિએ રોજાનું કોઈ વિશેષ મહત્વ નથી, પણ ધાર્મિક દષ્ટિએ ઘણું મહત્વ છે. મસ્જિદના કોટમાં ચંપાનું એક ઘણું પુરાણું ઝાડ છે. સંતતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા ભાવિક લોકે એ વૃક્ષની ડાળીએ કાચની બંગડીઓ ભરાવે છે.
આ રેજો ૧૭ મી સદીના અંત સમયે બંધાયો હોવાનું જણાય છે.૩૮
અમદાવાદની શુજાતખાનની મજિદ અને એને મકબરસલાપસના રસ્તેથી મીરઝાપુર જતાં આ નામાંકિત ઇમારત આવે છે. એ