________________
સાધનસામગ્રી
the બીજા કેટલાક સચિત્ર વિજ્ઞપ્તિપત્રો મળ્યા છે. ૯ વિજ્ઞપ્તિપત્ર પાઠવવાની આ પરંપરા ત્યાર પછી ઠેઠ અર્વાચીન કાલના આરંભ સુધી ચાલુ રહેલી છે.
આ ઉપરાંત પટાવલીઓ ગુર્નાવલીઓ તીર્થમાલાઓ ચૈત્યપરિપાટીએ રાજવંશાવલીઓ ગ્રંથપ્રશસ્તિઓ અને પુપિકાઓ દસ્તાવેજો આદિ જેવાં જે ઐતિહાસિક સાધનને ઉલ્લેખ પાંચમા ગ્રંથમાં “હિંદુ-જૈન-સાહિત્ય' શીર્ષક નીચેના લેખના ઉત્તરાર્ધમાં કર્યો છે તે પ્રસ્તુત કાલખંડમાં પણ મળવા ચાલુ રહે છે.
આ કાલમાં રૂપાલનિવાસી વૈષ્ણવ વણિક ગોપાલદાસ કૃત “વલ્લભાખ્યાન • કેશવદાસ વૈષ્ણકૃત વલભવેલ ૧ ગોપાલદાસ વ્યારાવાળાકૃત “પ્રાકટયસિદ્ધાંત', મહાવદાસકૃત “ગોકુલનાથજીનો વિવાહ'3 ઇત્યાદિ ઐતિહાસિક કાવ્યોમાંથી ગુજરાતમાં શ્રીમદ્વલ્લભાચાર્યના આગમન તથા પુષ્ટિમાર્ગના પ્રસાર વિશે ઘણું જાણવા જેવી માહિતી મળે છે. આમાંની પહેલી કૃતિ ઈ.સ ના ૧૬ મા શતકના ઉત્તરાર્ધમાં, જ્યારે બાકીની ત્રણ ૧૭ મા શતકના પૂર્વાધમાં રચાયેલી છે.
પ્રસ્તુત કાલખંડના ઉત્તરાર્ધમાં ભાટચારણએ રચેલાં સંખ્યાબંધ ઐતિહાસિક પ્રશસ્તિકાવ્ય મળે છે. ફાર્બસ ગુજરાતી સભા-સંબઈના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં આવું સાહિત્ય લિખિત સ્વરૂપે સારા પ્રમાણમાં સંઘરાયું છે. અમદાવાદને કબજે લેતાં મરાઠાઓને અટકાવવાનો પ્રયત્ન કરનાર સુરતમકુલી અને અભરામકુલીને લોકે (સં. ૧૭૮૧-ઈ.સ ૧૭ર ૫) શામળ ભટ્ટે રચ્યો છે. ગુમાનબારેટકૃત વિવિધ પ્રશસ્તિકાવ્યો હજી અપ્રગટ છે ? આ સમયમાં રચાયેલાં કપૂરચંદનો રાસડે, વેણીભાઈનો રાસડે ભાણુને સલોકે, તાપીદાસને રાસડ ઇત્યાદિ ઐતિહાસિક ગીતકાવ્યો મળે છે. ૧૭
આ તે મુખ્યત્વે ઐતિહાસિક કે ઈતિવૃત્તપ્રધાનકૃતિઓનું વિહંગાવલોકન થયું, પરંતુ સર્વસામાન્ય સાહિત્ય કે એવી સાહિત્યકૃતિઓમાંના નિર્દેશ સમકાલીન જીવન અને સંસ્કૃતિને સમજવામાં સહાય કરે છે એ સ્પષ્ટ છે. અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન, શામળની પદ્યવારતાઓ જેવી પ્રશિષ્ટ કૃતિઓ, જૈનરાસાએ અને એ પ્રકારનું વિપુલ સાહિત્ય ગુજરાતના અતીત જીવનનું દર્શન કરવા માટે ઘણી વાર દર્પણની ગરજ સારે છે એ અભ્યાસીઓને વિદિત છે.
૪. સંસ્કૃત-ગુજરાતી અભિલેખો સલ્તનત કાલની જેમ મુઘલ કાલના ઇતિહાસ માટે પણ સંસ્કૃત-ગુજરાતી અભિલેખેમાંથી કેટલીક મહત્ની માહિતી પ્રાપ્ત થાય છે.