________________
૧૩ મું
સ્થાપત્યકીય સ્મારકે
[૧૧.
આવે છે તેના પર છાવણ કરેલું છે. ત્રીજો પડથાર ૩ મીટર પહોળો છે; અહીંથી એક સીડી છેક નીચે જાય છે. વાવના મધ્ય ભાગ અષ્ટકેણ છે. એક અભિલેખમાં લખેલું છે કે રાજા શ્રીમનજીની પત્ની ચંપા અને એની પુત્રી સજજબાઈએ રૂપિયા ૫૧,૦૦૦ ખચીને આ બે દેરીએ કરાવી છે. વળી એક બીજી મૂર્તિ પર પણ ચંપાબાઈનું નામ આવે છે. આ અભિલેખનું વર્ષ સં. ૧૬૧૬ એટલે ઈ.સ. ૧૫૬ ૦ આપેલું છે.
વાયડની વાવ : પાટણથી લગભગ ૨૪ કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમે બનાસ નદીની દક્ષિણે વાયડ નામનું ગામ આવેલું છે. બર્જેસ ત્યાંની વાવને હિંદુ રચના ગણાવે છે, પરંતુ વાવનું રૂપ અને તંભની રચના તેમજ આયોજન જોતાં એ ઈસ્લામ કાલની વધુ નજીક આવે છે. એ લગભગ ૩૭ મીટર લાંબી અને ૪ મીટર પહોળી છે. પાંચ માળની રચનાવાળી આ વાવમાં પડથાર ટૂંકા છે અને એ રહે કરતાં વિરુદ્ધ પ્રકારના એટલે કે ખૂબ નાના છે. ત્રીજે માળે તે ઉતરાણ માત્ર ૦.૭૫ મીટર પહોળાઈનું જ છે છેડે ગોળ કૂવો છે. એને. ઉપરની બાજુનો વ્યાસ ૪ મીટર છે અને નીચે જતાં એ સાંકડો થતાં ૩.૫ મીટર રહે છે. એની ઉપર પાણી કાઢવા માટે કેસની વ્યવસ્થા છે. થાંભલા અડાલજની વાવના જેવા હેવા છતાં વધુ સાદા છે. એ અષ્ટકોણ થઈ થોડા ભાગમાં ગેળ પણ થાય છે, જે ઇસ્લામી સ્થાપત્યસરણીને વધુ અનુકૂળ બને છે. આ વાવની રચના ૧૩ મી સદીની હવાને અને એને મુઘલ કાલમાં સમાવવામાં આવી હોવાને ઘણે સંભવ છે.
માંડવાનો નવોઃ ભમરિયો કૂવાને મળતો આવતે આ કૂવો માંડવામાં આવેલ છે. એ સ્થાન વાત્રકના ડાબા કાંઠે આમલિયારા(જિ. ખેડા)થી ૮ કિલોમીટર દૂર આવેલું છે. આ કુવાની ખૂબી એ છે કે એ ઈટને બનાવેલ છે અને એને વ્યાસ ૮ મીટર છે. કૂવામાં સાંકડી કમાન બનાવેલી છે, જેને હેતુ પાણી ખેંચવામાં મદદરૂપ થવાનું છે. બીજી બાજુ ત્રણ મજલાના બાંધકામમાં ઓરડા જોવા મળે છે. આ ઓરડા-- આને કારણે એ મહેમદાવાદના ભમરિયા કૂવાને વધારે મળતો આવે છે (અ. ૧૮).
કૂવામાંથી ભીંતની વચ્ચેથી નીકળતો રસ્તો એના ઉપરના ભાગમાં થઈને ઓરડામાં જાય છે. ઉત્તરે બીજી સીડી પહેલે માળે અટકે છે. આ માળ પર ત્રણ એરડા આગળ ને ત્રણ પાછળ છે. દરેક માળને વચ્ચેનો ઓરડે મોટો અને કમાનદાર બારીવાળો છે, જેમાંથી કૂવામાં નજર નાખી શકાય. નાના ઓરડામાં ભમરીવાળી સીડી છે. દીવાલમાં અનેક ગેખ છે. એ બતાવે છે કે એ હવા ખાવાના સ્થળ તરીકે ઉનાળુ આરામ માટે ઉપયોગમાં આવતો હશે.