________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમાર
[૪૦૩
વિસાવ્યું અને એને વિસ્તાર જે રીતે થયો તે રીતે જોતાં પાટણના આકારને મેળ ખાય એમ નથી, કારણ કે પાટણને કેટ હતા. અહમદશાહના સમયમાં અમદાવાદ એટલે રાજમહાલ, મેદાને શાહની ઉત્તર અને દક્ષિણે આવેલા વિસ્તાર (જે આગળ જતાં શાહપુર ખાનપુર અને જમાલપુર તરીકે ઓળખાયા) અને જામી મસ્જિદવાળો વિસ્તાર વિકસ્યા હતા વળી જો રસ્તાના પદવિન્યાસનું આયોજન હત તે રસ્તા સીધા ત્રિજ્યામાં દંડરૂપે આવત, પરંતુ અમદાવાદ ખરેખરું વસ્યું તે મહમૂદ બેગડાના સમયમાં. એણે પોતાના ઉમરાને છતમાં મદદ કરવા બદલ જમીન આપી પુર વસાવવા સગવડ આપી. એમાં પણ એણે પદવિન્યાસની આ યોજના તરફ ધ્યાન આપ્યું નથી લાગતું. વળી કાલુપુર સારંગપુર દરિયાપુર તાજપુર રાયપુર આસ્તડિયા વગેરે વિસ્તારો વિકસ્યા પછી એણે શહેરને કાટ કરાવ્યો છે, તેથી અહીં પાટણના નમૂનાનું અનુસરણ કરવાને કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, તે પછી પાટણ પ્રેરણારૂપ હતું એવી ક૯પના કેવી રીતે આવી ? આ તપાસવું જોઈએ.
નગર-આયોજનની પ્રાચીન પદ્ધતિમાં જે ધોરણ નકકી કરેલાં હતાં તેના આધારે વિસ્તારોનાં નામ પડતાં. એમાં ભિન્ન ભિન્ન ધંધાકીય સમુહેની શ્રેણી કે કારીગરોની શ્રેણી તેમજ હટ અર્થાત હાટ કે ચઉક્ત અર્થાત ચકલાં તેમજ પિળ વાડા વગ વગેરે જનસંખ્યા તેમજ આયોજન ઉપરાંત જાતિવણુંધિવાસની પદ્ધતિ નામકરણમાં કારણભૂત રહેતી અને એક જ નગર–પ્રકારમાં સામાન્ય રીતે સમાન નામકરણ-પદ્ધતિ ચાલુ રહેતી. ઘીના વેપારનો ભાગ ઘીવટ કે ઘીકાંટે, ઝવેરીવાડ, સનીની ખડકી કે પોળ, મુખ્ય બજાર તે માંડવી–જ્યાં મંડપે ઊભા કરીને માલ વેચાતે ને એ રવાભાવિક રીતે જ નગર કે પુરની વચ્ચે ખુલ્લા મેદાનવાળો ને આજુબાજુ દુકાનેવાળો રહેતો તેથી માંડવીપુર કે માંડવી-અમદાવાદ પાટણ વડોદરા સુરત તેમજ એ નામનાં ગામ પણ એનું સૂચન કરે છે. આવી સમાનતાએ પાછળના સમયના લોકોને અમદાવાદમાં પાટણનું અનુકરણ થયું છે એમ માનવા પ્રેર્યાં હશે.
હાલનું પાટણ મુઘલ સમયના અંત સુધીમાં વસી ગયું હોવાના પુરાવા ઉપલબ્ધ છે, એ આધારે એ કેઈએ વસાવ્યું કે વસ્તી ધીરે ધીરે જામતી ગઈ ને એની હાલની સ્થિતિએ પહોંચ્યું તેમજ એને ભદ્રનો કિલ્લો, જે અમદાવાદ સાથે એને સંબધ બાંધવામાં મદદરૂપ થાય છે, એની રચના ક્યારે થઈ એને કક્યાસ કાઢવો જરૂરી છે. એનાથી જે કાલમાં નગરો ન રથાપવામાં આવે તે પણ ધીમે ધીમે એમાં કેવી રીતે ઉમેરા થઈને વસવાટ જામે છે એને ખ્યાલ પણ