________________
૩૯૮),
મુઘલ કાલ
પ્રિ.
ઇત્યાદિનો ઉપયોગ પણ જાણતો હતો. એ જાતનાં વાસણ આજે ચિનાઈ માટીમાં બનતાં દેખાય છે.
પરંતુ માટીનાં સામાન્ય પ્રકારનાં વાસણોનાં ઘાટ અને કદમાં આ કાલની પરંપરામાં સલ્તનત કાલનાં ઘણું તત્ત્વ રહેલાં છે, અને એ અદ્યાપિ ચાલુ રહેલાં દેખાય છે. સહતનત કાલમાં ચીનથી આયાત થતાં વાસણેની આયાત આ કાલમાં પણ ચાલુ હતી, પરંતુ એનાં રંગીને વાસણોની રેખાઓ તથા રંગમાં કેટલાક ફેર પડેલ હેઈ સારા અભ્યાસીઓ આ ભેદ પારખી શકે છે.
પ્રસ્તુત કાલમાં લોખંડી સામાન સલતનત કાલના સામાન સાથે સરખાવાય એવે છે, પરંતુ એમાં તોપ બંદુક તમંચા વગેરે આયુધો વધુ પ્રમાણમાં જોવામાં આવે છે, તથા ઘણાં રાજ્યનાં સીલેદખાનાંમાં એના નમૂનાઓ મળી આવે છે. ખીલા, બાંધકામને સામાન વગેરેમાં ખાસ ભેદ પારખવો મુશ્કેલ છે, પરંતુ વધુ તપાસ થતાં જુદી જુદી વસ્તુઓને ભેદ પારખવાનું સહેલું થતું જશે.
તાંબા અને પિત્તળની વસ્તુઓ તથા રાચરચીલાની વસ્તુઓમાં પણ મુઘલ કાલમાં વિવિધ શૈલીઓ જોવામાં આવતી હેઈ, એનું વિશિષ્ટ વર્ણન અને શક્ય નથી, પરંતુ એમાં રાજપૂત તથા ભારતીય શૈલીની સાથે મધ્ય એશિયા, ઈરાન વગેરે પ્રદેશની શૈલીનું મિશ્રણ વરતાય છે.
આ કાલથી તમાકુને ઉપયોગ કરવા માટેના વિવિધ પ્રકારના હુક્કા ચલમો વગેરેનો પ્રચાર વધતો જાય છે અને એ અદ્યાપિ ચાલુ છે એને લીધે માટીના હુક્કા, ચલમ વગેરેના અવશેષ આ કાલના સ્તરમાં મળી આવે છે,
આ કાલથી યુરોપથી વિવિધ પ્રકારની વસ્તુઓ ભારતમાં આવવાની શરૂઆત થાય છે. એ ઉપરાંત એવા માલની કેટલીક નકલ પણ થાય છે, તદુપરાંત ભારતમાં બનતી વસ્તુઓ યુરોપમાં જતી તે પૈકી ઘણી ત્યાંનાં સંગ્રહસ્થાનમાં સચવાયેલી છે.
પાદટીપ
૧. અહીં આપેલી માહિતી તાજેતરમાં થયેલ અન્વેષણની અપ્રકાશિત અંગત જાણકારીના
આધારે આપેલી છે.