________________
૧૧ સુ’]
ધમન્સ'પ્રદાયા
[૩૭૫
શાસનમાં આવું મહત્ત્વનું ક્રમાન નીકળ્યું' એ રાજ્યકારેાબારમાં શાંતિદાસના જે પ્રભાવ હતા તેનું સૂચક છે.
આ દૃષ્ટિએ શાંતિદાસને અપાયેલાં બીજા કેટલાંક માત ખાસ નોંધ માગી લે છે, શાહજહાંને શાહજાદો મુરાધ્મક્ષ ઈ,સ. ૧૬૫૮ માં ગુજરાતના સૂબેદાર હતા. શાહજહાંની ગંભીર માંદગીના સમાચાર મળતાં જ અમદાવાદ મુકામે એણે પેાતાને પાદશાહ તરીકે જાહેર કર્યાં, પણ ધારેલાં કામ પાર પાડવા માટે એને નાણાંની સખત જરૂર હતી. આ માટે એણે શાંતિદાસના પુત્ર માણેક દ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા ઊછીના લીધા (૨૨ જૂન, ઇ.સ. ૧૬૫૮ ). આ રકમ ભરપાઈ કરવા માટે એના માનમાં જોગવાઈ કરવામાં આવી હતી, પણ એ લખાણ થયા પછી ઘેાડા જ દિવસમાં મુરાદ પેાતાના ભાઈ ઔર ગઝેબના હાથે કેદ પકડાયા અને એનાં માનાની કેાડીની પણ કિંમત રહી નહિ, પરંતુ શાંતિદાસ હિંમત હાર્યો નહિ અને ઔરંગઝેબને પણ પેતાની કારકિદીનાં આરંભનાં વર્ષાની અનિશ્રિત અવસ્થામાં શાંતિદાસ જેવા ગુજરાતના સૌથી મેટા શરાક અને જૈન જેવી સમૃદ્ધ કામના સમન્ય આગેવાનની સહાય અને સહાનુ ભૂતિની અગત્ય સમજાઈ હશે; પરિણામે પેાતાના દુશ્મન મુરાદને આવી ગજાવર આર્થિક સહાય આપનાર ઝવેરીને એ રકમ પૈકી રૂપિયા એક લાખ તત્કાળ પાછા આપવાનું માન ઔર`ગઝેષે કાઢ્યું. (તા. ૧૦ ઑગસ્ટ, ઇ.સ. ૧૬૫૮) શાંતિદાસને દિલ્હીથી ગુજરાત પાછા ફરવાની અનુજ્ઞા આપી અને ન્યાયપૂર્વક પ્રજાપાલન કરવાની પેાતાની આકાંક્ષા સ`મહાજના વેપારીએ અને સમસ્ત પ્રજાવમાં જાહેર કરવાની સૂચના કરી,૬૧ ત્યાર પછી શાંતિદાસની સહાય તે ઔરંગઝેબને ખૂબ ઉપયેાગી થઈ પડી હશે એમ જણાય છે, કેમકે શાંતિદાસે આપેલા પુરવઠાથી લશ્કરી કૂચમાં ઘણી મદદ થઈ હતી એવા ૨૫% એકરાર બીજા એક ફરમાનમાં છે.કર આ સહાયના બદલામાં શાંતિદાસને ઈસ. ૧૬૬૦ માં જૈન તીર્થો આસપાસના પ્રદેશની સોંપણી થઈ હશે એવું અનુમાન થાય છે. ઈસવી સનના ૧૪મા સૈકાના આરંભમાં સુલતાન અલાઉદ્દીન ખલજી જેવા મૂર્તિબ જકના નાઝિમ અપખાનની આવી જ કાઈ રીતે અનુજ્ઞા મેળવીને શત્રુંજય ઉપરનાં જૈન મદિરાના પુનરુદ્ધાર પાટણના સ ંધવી સમરસિંહે કરાવ્યેા હતેા.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં જૈન દિગંબર સંપ્રદાયના શ્રાવકાની વસ્તી ગુજરાતમાં હતી તે એ સંપ્રદાયના ભટ્ટારકાની ગાદી ઈડરમાં અને સેાજિત્રામાં હતી. સુરતમાં ભૂષણ નામે દિગંબર ાચાય સાથે વિજયસેનસૂરિને