________________
[,
૩૧૮).
મુઘલ કાલ, - પણ ગુજરાતમાં પુષ્ટિમાર્ગના ઈતિહાસના આલેખનમાં કૃષ્ણદાસનું નામ અવિરમણીય છે. વ્રજભાષાના સુપ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓમાંના ચોથા કણદાસ ચરોતરના લેઉઆ પાટીદાર હતા. ઈ.સ. ૧૫૬ના અરસામાં તેઓ ધરથી વિરકત થઈ ત્રજમાં જઈ વસ્યા હતા અને વલ્લભાચાર્યજી પાસે બ્રહ્મસંબંધ દીક્ષા પામી પરમ વૈષ્ણવ બન્યા હતા. કૃષ્ણદાસજીની વ્યવહારકુશળતા જોઈ વલ્લભાચાર્યજીએ એમને ગેવર્ધનગિરિ પર શ્રીનાથજીના મંદિરના મુખ્ય અધિકારીનું સ્થાન આપ્યું હતું ત્યારથી આજ સુધી શ્રીનાથજીના અધિકારીપદે જે વ્યક્તિ આવે તે “કણ દાસજી તરીકે ઓળખાય છે, એટલું જ નહિ, મુખ્ય ભંડાર પણ “કૃષ્ણભંડાર કહેવાય છે. કૃષ્ણદાસનાં પદ ગાવામાં અઘરાં છતાં ખૂબ ભાવવાહી છે. વિઠ્ઠલનાથના સમય સુધી કૃષ્ણદાસ વિદ્યમાન હતા અને વિઠ્ઠલનાથજી એમની ઘણી આમન્યા રાખતા.
મુઘલ કાલના ગુજરાતનાં હિંદુ-જૈન તીર્થસ્થાનેની યાદી “મિરાતે અહમદી. ના કર્તાએ આપી છે તથા પ્રત્યેક તીર્થસ્થાન વિશે સંક્ષેપમાં વિશેષ વિગતો આપી છે. હિંદ તીર્થસ્થાનમાં સોમનાથ દ્વારકા બેટ-શંખોદ્ધાર, માંગરોળ પાસે માધવપુર, ગિરનાર ઉપર અંબાભવાની અને કાલિકાભવાની, ભૈરવજપ, ગોપનાથ ઊના ગામમાં દામોદરનું મંદિર, સંખલપુરમાં બહુચરાજીનું મંદિર, કેડીનાર પાસે મુળ દ્વારકા, પોરબંદરમાં સુદામાજીનું મંદિર, ધોળકા પાસે ચંદેશ્વર મહાદેવ. આબ, ઉપર અચલેશ્વર, ઠાસરા પાસે ઉકટેશ્વર, ડાકોરમાં રણછોડજી, ૩૧ રાજપીપળા પાસે શૂલપાણેશ્વર, પાવાગઢ ઉપર કાલકાર ભવાની, દાંતા પાસે અંબાભવાની અને સિદ્ધપુરમાં રુદ્રમાલની નેંધ એમાં છે.
અમદાવાદ શહેરનાં દેવસ્થાનમાં “મિરાતે અહમદી' નીચેનાં મંદિરો વિશે માહિતી આપે છે. પાંડવીની પિળમાં રણછોડજીનું મંદિર, સારંગપુરમાં રણછોડજીનું મદિર૩૪૩૫ હાજા પટેલની પોળમાં રઘુનાથજીનું મંદિર, ચંગળમાં એબ્રાહ્મણના ઘરમાં મદમેહનજીનું મંદિર, દેશીવાડાની પિાળમાં ગોકુલચંદ્રનું મદિર, માંડાવીના પિળમાં દેવની શેરીમાં રામનાથનું મંદિર, ચંગાળમાં અંબાજી અને બહુચરાજીનું મંદિર તથા આકાશેઠના કૂવાની પોળમાં અંબા-બહુચરાનું મંદિર, સારંગપુર તળિયાની પોળમાં બહુચર-ગેખ, ઢાળની પિાળમાં તોતલા ભવાની, રાજામહેતાની પિાળમાં બહુચરાજી અને સાંકડીશેરીમાં આશાપુરી અમદાવાદનાં પરાંઓનાં મંદિરમાં રાજપુરના તુલસી મહેલ્લામાં નરસિંહજીનું મંદિર, રાયપુર દરવાજા બહાર જાગેશ્વર મહાદેવનું મંદિર, નંદરામે બાંધયું હતું, કાંકરિયામાં પાણી આવવાના એક ગરનાળા ઉપર કાંકરેજી ભવાનીનું મંદિર, અસારવા ગામમાં માતર ભવાનીની