________________
૫૪)
મુઘલ કાલે નસ્તાલીક શૈલીની એક બીજી વિશિષ્ટતા એ છે કે કફી, નખ કે એવી બીજી આલંકારિક શૈલીઓથી વિપરીત કદાચ આ જ એક શૈલી છે, જેના ઘાટ કે રચનાના નિશ્ચિત નિયમમાં સુલેખનકાર મન ફાવતી છૂટ લે નથી. એટલે બીજી શૈલીઓના મુકાબલે નસ્તાલીક શૈલીનું બાહ્ય સ્વરૂપ લગભગ એકસરખું રહ્યું છે ને નસ્તાલીકના નમૂનાઓમાં કલામયતાના પ્રમાણની એકરૂપતા બીજી શૈલીઓ કરતાં વધુ દષ્ટિગોચર થાય છે.
આમ તે નસ્તાલીક શૈલીવાળા અભિલેખ ગુજરાતના લગભગ દરેક ભાગમાં મળે છે. પણ મુઘલ સત્તાનાં અમદાવાદ સુરત ભરૂચ જૂનાગઢ ખંભાત વગેરે કેન્દ્રસ્થળોએ તેઓની સંખ્યા પણ વધુ છે અને એમાં સુંદર અને આકર્ષક નમૂના પણ સારી સંખ્યામાં છે. આ શૈલીને સહુથી પ્રાચીન નમૂન વડેદરાના હજીરાના અભિલેખ દ્વારા મળે છે. એમાં ગુજરાતના મુઘલ અધિકારી નવાબ કુબુદીન. મુહમ્મદખાનના મૃત્યુને ઉલ્લેખ કરતું ઐતિહાસિક લખાણું નસ્તાલીક શૈલીમાં છે અને એ ઉચ્ચ કોટિની છે. એના અક્ષરોને વળાંક તેમ ગોળાઈતથા સીલાઈની સપ્રમાણતા ઉપરાંત ફારસી લખાણની શિલાની ચારે બાજુ પટ્ટી જેવી સુંદર નાની મહેરાબી પૅનલોમાં ગોઠવણ વધારે છે. ૩૭
૧૭ મા શતકના પ્રારંભના નમૂનાઓમાં ઈ.સ. ૧૬૦૯-૧૦ માં આલેખાયેલ જહાંગીરના સમયના ગુજરાતના સૂબેદાર નવાબ મુર્તઝાખાન દ્વારા નિર્મિત કડીના દરબારગઢવાળે લેખ પણ સુંદર નસ્તાલીકમાં છે. ૩૮ એ નવાબે એ જ વર્ષમાં બંધાવેલી ભરૂચની બે મરિજદાન લેખ પણ એવી જ સુંદર અને પ્રાસાદિક નસ્તાલીક શૈલીમાં છે. ૩૯
જહાંગીરના સમયને ઈ.સ. ૧૬૧૧ ને અમદાવાદની જુમા મસિજદમાં પાણીનાં ટાંકાં ને હેઝ બંધાવવાનો ઉલ્લેખ કરતે અભિલેખ પણ નસ્તાલીક શૈલીને સુંદર નમૂનો છે.૪૦ - શાહજહાંના સમયના ઉત્કૃષ્ટ નમ્નાલીક શૈલીના સંખ્યાબંધ અભિલેખ પ્રાપ્ય છે. આ અભિલેખોમાં જે અતિ સુંદર છે તેઓને મોટો ભાગ મુઘલ સૂબેદાર કે મોટા અધિકારીઓએ અમદાવાદ રાણપુર સુરત વગેરે સ્થળોએ બંધાવેલ નાનીમોટી ઈમારત પર જોવા મળે છે એ સૂચક છે. આ અતિસુંદર અને લાવણ્યમય મરોડ તથા સ્નિગ્ધ લસરકાવાળા અક્ષરો અને ફૂલબુટ્ટાથી આભૂષિત રાણપુર(જિલ્લા અમદાવાદ)ને ઈ.સ. ૧૬૩૮ ના આઝમખાન દ્વારા નિર્મિત ગઢના મુખ્ય પ્રવેશદ્વારને પણ હાલ ગામની એક મસ્જિદમાં સચવાયેલ લેખ૪૧ ગુજરાતના તો શું, પણ ભારતના મુઘલકાલીન નસ્તાલીક શૈલીના શ્રેષ્ઠ