________________
૧૦ મુJ. લિપિ
(૩૫૧ સુડોળ આલેખાય છે, પણ આ બધા અક્ષરોની પંક્તિબદ્ધતા કે ગઠવણ એટલી સુંદર ન ઈ સમગ્ર રીતે આખા લખાણની સુલેખનશૈલીની જેવી પ્રાસાદિક છાપ પડવી જોઈએ તેવી પડતી નથી. અપવાદરૂપે ઉત્તમ અને અતિ ઉચ્ચ કેષ્ટિમાં મૂકી શકાય તેવી નશૈલીના નમૂનાઓમાં એક તે ૧૭મી સદીની મધ્યમાં મુકાયેલ અમદાવાદમાં ખાનપુરમાં આવેલી શાહ અબ્દુલ વહાબ સાહેબની દરગાહ ની મસ્જિદનો લેખ છે. ૧૭ ધાર્મિક અવતરણવાળા આ લેખની થુલ્ય શૈલી એના મૂળાક્ષરની સપ્રમાણ ગળાઈ તેમજ જાડાઈ સાથે કલામય આકર્ષક પનિબદ્ધ ગોઠવણ–એ બંને દૃષ્ટિએ અતિ ઉચ્ચ કેટિની છે. આવી જ સુંદર અને પ્રાસાદિક શુલ્ય શૈલીના બે નમૂના અમદાવાદમાં જ આસ્તે ડિયાની કાળ સાહેબની મસ્જિદમાં છે. ૧૮ આ બંને લેખમાં પણ ટૂંકાં ધાર્મિક લખાણ છે, પણ તેઓની થુલ્થ શૈલીની ઉચ્ચ કેટિ જોતાં એ કોઈ સિદ્ધ કલાકારના હસ્તે આલેખાયેલી હોય એમ જણાય છે મુઘલકાલના આરંભની થુલ્ય શૈલીનો એક બીજો ઉત્કૃષ્ટ નમૂને હાલ વડોદરાની જુમા મસ્જિદમાં આવેલો, પણ મૂળ એ જ શહેરમાં દંતેશ્વર ખાતે આવેલ હજીરાના મૃત્યુલેખ દ્વારા પૂરો પાડે છે. આ મૃત્યુલેખની એ બીજી અસાધારણતા એ છે કે એ પથ્થરની બંને બાજુએ બે જુદા પણ એક જ ભાવાર્થનાં લખાણમાં થુલ્થ અને નસ્તાલીક એમ બે શૈલી એમાં કંડારાયેલે છે. આમાં લખાણને ઘણા યુથમાં છે.
પેનલના અર્ધા કદ જેટલા એના અક્ષરના જુદા ભાગની સંતુલિત અને આવશ્યક જાડાઈ, ઑનલમાં ઠેઠ ઉપર સુધી ખેંચાયેલા એના ઊભા અને ત્રાંસા લસરકાઓનું સુંદર સપ્રમાણ અને સમાંતર આલેખત તથા આડા લસરકાઓ તેમજ ગળાઈદાર સમરૂપતાથી આ લેખ યુથ શૈલીનો અતિ સુંદર નમૂને બન્યો છે. થલ્ય શૈલીને બીજો એક ઉલ્લેખનીય લેખ ખંભાતમાં નિશાતબાગ નામે ઓળખાતી જુમા મસ્જિદની દક્ષિણે આવેલ ખુલ્લી જગ્યામાં રહેલી એક કબર પર છે. ઈ.સ. ૧૭૦૯ નો આ લેખ પૂરે થુલ્ય શૈલીમાં છે. જે કલાની દૃષ્ટિએ સુંદર છે. એના સૂત્રાક્ષારોના ઘાટ તેમજ વિવિધ ભાગોનું આલેખન સિદ્ધ ક્લાકારના હસ્તની પ્રતીતિ કરાવે છે. સમગ્ર રીતે આ લેખની શૈલી અમદાવાના ઉપર્યુક્ત લેખ જેવી ઉત્કૃષ્ટ કેટની તો નહિ. પણ સુંદર છે એ નિર્વિવાદ છે. આની હરોળમાં મૂકી શકાય તેવા અમદાવાદમાં જમાલપુરમાં આવેલી નીશાપુરીની મહાન ફારસી કવિ નઝીરીની કહેવાતી કબર પરનાં બે લેખ છે.૨૧ ઈ.સ. ૧૬૭૨ માં મુકાયેલ ઘોઘાને એક લેખ પણ સારી કહી શકાય તેવી શૈલીમાં છે.૨૨