________________
૩૪૨]
મુઘલ કાલ ૫) નાગરી લિપિમાં દેવનાગરી, જૈન નાગરી અને મરાઠી બાળબોધ વચ્ચે વૈકલ્પિક મરોડ પ્રચલિત હતા. ગુજરાતી લિપિમાં એમાંના અમુક રૂપ અપનાવવામાં આવ્યાં. આવા અક્ષરો પૈકી ગુજરાતી છું અને શ દેવનાગરીમાંથી, અ ઝ અને લ ગુજરાતમાં પ્રચલિત નાગરી અને જૈન લિપિના મરોડમાંથી અને છ ક્ષ અને ૯ મરાઠી બાળબેધમાંથી રૂપાંતરિત થયેલાં જોવા મળે છે.
(૬) ગુજરાતી અક્ષરો અને અંકચિહનોના ઘડતરની પ્રક્રિયામાં ૨ (બે) અને ૫ (પાંચ)ના અંકના મરોડ અનુક્રમે અંતસ્થ “ર” વર્ણ અને એન્ડ સ્થાની “પ” વર્ણના મરોડના બ્રમકારક બન્યા જેમકે “પર' એટલે બાવનની સંખ્યા દર્શાવતા અંકે કે “ઉપરનો પર્યાય એ “પર” શબ્દ એવો ભ્રમ થાય એમ બન્યું; પણ આવા અક્ષર-ભ્રમ થવાનું પ્રમાણ ઘણું જૂજ છે.
મુઘલકાલીન ગુજરાતી લિપિનું સ્વયે દર્શાવવા માટે પટ્ટ ર તૈયાર કર્યો છે એમાં પહેલા ઊભા ખાનામાં અર્વાચીન ગુજરાતી મૂળાક્ષરો અને અંકચિહનો ગોઠવી બીજાથી પાંચમા ખાનામાં અનુક્રમે વિ.સં. ૧૬૪૮ની ગુજરાતી “આદિપવ' ગ્રંથની હસ્તપ્રતમાંથી, વિ.સં. ૧૬૭રના ખતપત્રમાંથી", વિ.સ. ૧૭૧ની ‘નરસૈયાની દંડી' ગ્રંથની હસ્તપ્રતમાંથી અને વિ સ. ૧૭૩રની "વનેચટની વાર્તા” ગ્રંથની હસ્તપ્રતમાંથી મૂળાક્ષરો અને એકચિહનોની મરોડ ગેઠવ્યા છે. પદ પર સામાન્ય નજર નાખતાં ઉપર્યુક્ત લક્ષણ ઘણે અંશે વ્યક્ત થતાં જોવા મળે છે. એમાં ઉપર જણાવ્યું છે તેમ અ, બ, ઈ, ઉ, ઊ, ક, ખ, થ, છ, જ, દ, ફ, બ, ભ, અને ળનો વિકાસ વિશિષ્ટ હોવાથી નેંધપાત્ર છે. ૧૩
અ વણને શરૂઆતમાં શિરોરેખા વગરનો દેવનાગરી મરોડ પ્રયોજાતો હત (જેમકે બીજા ખાનાનો પહેલે મરોડ). એ મરોડના ડબા અંગની ત્રણ રેખાઓ પૈકી ઉપલી આડી રેખાને છૂટી લખી એની નીચેની બે રેખાઓને સળંગ કલમે લખતાં બનતાં ગુજરાતી ચેગડા જેવા મરોડને વર્ણની જમણી બાજુના “પ” જેવા આકારની ડાબી ટોચ સાથે સળંગ કલમે જોડવામાં આવ્યો (દા.ત. બીજા ખાનાનો મરોડ અને ત્રીજા ખાનાનો પહેલે મરોડ). સમય જતાં ડાબી બાજુની આડી રેખાને પણ સળંગ કલમે નીચલા ચેગડા જેવા મરોડની ડાબી ટચ સાથે જોડીને લખવામાં આવી (જેમકે) ચોથા ખાનાનો બીજો મરોડ)સમય જતાં એ ડાબી બાજુના અંગને ચાલુ કલમે લખતાં “ચ” વર્ણના ડાબી બાજુના અંગ જેવા મરોડ ઘડાતાં આખેય વર્ણ એના વર્તમાન સ્વરૂપનો બન્યો (જેમકે પાંચમા ખાનાને રજો મરોડ). ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં ઘડાયેલા આ વિકસિત મરોડના વપરાશનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જતાં પ્રાચીન મરેડને પ્રયોગ લુપ્ત થતો ગયો.