________________
૧૦ મુ) લિપિ
[૩૩૯ રખાયું છે. પૂર્વ ત સાથેના સંયુક્ત વ્યંજનોમાં અગાઉની જેમ મેટે ભાગે તેનો મરોડ ઉત્તર વ્યંજનના ડાબા અવયવની ઉપર લખાયો છે, જેમકે, 7 અને ત્યા માં. એમાં પણ પૂર્વ ત ના બે જાતના મરોડ પ્રયોજાયા છે (જેમકે પટ્ટ
અ માં એમના મરેડ). ૨ માં એનું અર્વાચીન સ્વરૂપ નજરે પડે છે. પૂર્વ સાથેના સંયુક્ત વ્યંજને માં નું સ્વરૂપ બહુધા સંકુલ રખાયું છે, જેમકે અને ના મરોડ. ઉત્તર ચ ની બાબતમાં પૂર્વ વ્યંજનની અપેક્ષાએ થનું કદ મોટું કરવાનું ચાલ્યું આવતું વલણ ૧૭મી સદી સુધી જળવાયેલું જણાય છે; જેમકે સ્વ, suit અને પ્રાચીન પદ્ધતિ અને સ્વરૂપ જાળવી રાખતા સંયુક્ત વ્યંજન છે. (૨) ગુજરાતી લિપિ
અગાઉના ગ્રંથમાં જોયું છે તેમ બ્રાહ્મી લિપિમાં થયેલાં ઉત્તરોત્તર પરિ. વતનેમાંથી ગુજરાતમાં નવમા શતકમાં નાગરી લિપિનું સ્વરૂપ ઘડાવા લાગ્યું હતું. ૧૫મા શતક સુધીમાં તો નાગરીએ એની વર્તમાન અવસ્થા લગભગ પ્રાપ્ત કરી લીધી હતી. નાગરી લિપિ અટપટા ખાંચાખચકાવાળી હોવાથી અમુક અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ એનું એક લેખન-સુલભ રૂપ વિકાસ પામ્યું.' નાગરીને સરળતાથી અને ત્વરાથી લખવા માટે એની લેખન-શૈલીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા, જેમાંથી સહજપણે ગુજરાતી લિપિનું વિશિષ્ટ રૂપ ઘડાયું.
આજે જેને ગુજરાતી લિપિ' કહેવામાં આવે છે તેને અગાઉ “ગુર્જર લિપિ, વાણિયાશાઈ લિપિ' (વેપારી-વાણિયાઓએ હિસાબકિતાબમાં પ્રયોજેલી લિપિ), મહાજન લિપિ૭ (વેપારી મહાજોએ અપનાવેલી લિપિ) વગેરે નામે ઓળખવામાં આવતી. ૧૬ મી સદીના વિમલપ્રબંધ'માં આપેલી ૧૮ લિપિઓની સૂચિમાં “ગુર્જર લિપિને ઉલ્લેખ મળે છે. એ સૂચવે છે કે ૧૬મી સદીમાં નાગરીનું આ પ્રદેશમાં થયેલું રૂપાંતર સ્વતંત્ર પ્રાદેશિક લિપિનું સ્વરૂપ ગણાય એવી ક્ષમતાવાળું બન્યું હતું. ગુજરાતી ભાષાના પ્રવેગ છેક ૧૩મી–૧૪મી સદીથી મળે છે, પરંતુ ગુજરાતી લિપિના એટલા જુના નમૂના ઉપલબ્ધ થતા નથી. ગુજરાતી લિપિનો જૂનામાં જૂનો જ્ઞાત નમૂનો “આદિપર્વ” નામના ગુજરાતી ગ્રંથની વિ સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૧૯ર)નાં લખાયેલી હસ્તપ્રતમાં પ્રાપ્ત થયો છે. આ બાબત ઉપર્યુક્ત વિમલપ્રબંધ'ના ઉલ્લેખને સમર્થન આપે છે.
૧૫ મી સદીમાં ગુજરાતમાં પ્રચલિત નાગરી અને જૈન નગરીમાં, હાલમાં ગુજરાતીમાં પ્રયોજીએ છીએ તે “લને મરોડ શિરોરેખા સાથે ક્યાંક ક્યાંક પ્રયોજાવા લાગ્યું હતું અને ૧૬ મી સદીથી તે ગુજરાતનાં નાગરી લખાણોમાં