________________
ભાષા અને સાહિત્ય
[૩૨૭
છે.૫૫ એમણે રચેલા ગ્રંથની સંખ્યા ૧૭૦ની ગણાય છે. એમાં મેટા ભાગની અરબી કિતાબો છે. સૂફીવાદ ઉપર એમણે ઘણું ગ્રંથ લખ્યા છે. એમની કુરાન શરીફ ઉપરની તફસીર સૌથી વધુ મશહૂર છે. એ આખી નથી. એ સાઠ હજાર એતની ટીકા હોય એમ મનાય છે. તેઓ ઈ.સ. ૧૭૪૨માં મૃત્યુ પામ્યા. એમની કબર આજ પણ અમદાવાદના આસ્તોડિયા મહોલ્લામાં મજિદ અને મસાની નજીક મેજૂદ છે. - કાઝી મુહમ્મદ નિઝામુદ્દીન ખાનઃ એમના પિતાનું નામ શેખ નૂરૂદ્દીન હતું. બચપણથી જ તેઓ વિદ્યાવ્યાસંગી હતા અને કુરાન કંઠસ્થ કરનાર હાફિજપ પણ હતા. તેઓ શાયર પણ હતા. ઈ.સ. ૧૭૩૮ માં દિલ્હીના બાદશાહે અમદાવાદના શહેર-કાઝી તરીકે એમની નિમણૂક કરી. એમના રચેલા ગ્રંથોમાં “રિસાએ ફઝીલતે ઇભ, “મઝાનુસ સાઅતી, “રિસાલાએ કહવા” અને “તફસીલ ઉલું ફસૂલ” મુખ્ય છે. “તફસીલ ઉલૂ રસૂલમાં ઋતુઓનું વર્ણન છે. “રિસાલએ કહવામાં કાવો પીવાના ફાયદા-ગેરફાયદા વિશેને ફેંસલે એક કાજી તરીકે એમણે આપ્યો છે. “મઝાનુસ સાતમાં કલાક ઘડી અને પળને હિસાબ કરી નમાઝનો સમય બતાવવામાં આવેલ છે. ઇ.સ. ૧૭૫૧ માં એમનું અવસાન થયું.
કાઝી નિઝામુદ્દીન ફાયક: દિલ્હીના બાદશાહે ઈ.સ. ૧૭૩૮ માં એમની નિમણૂક અમદાવાદના કાઝી તરીકે કરી હતી. તેઓ ઉપર્યુક્ત કાઝી નિઝામુદ્દીનથી ભિન્ન હતા કે અભિન્ન એ એક પ્રશ્ન છે. કાઝી તરીકેની તેમની નિમણૂકનું વર્ષ અને એમના મૃત્યુની સાલ બંને એક જ આપવામાં આવી છે, ઉપરાંત બનેના પિતાનું નામ પણ એક જ છે. આથી એ બંને એક જ વ્યક્તિ હોવાનું જણાય છે, એમ છતાં એમની કૃતિઓ જુદા જ સ્વરૂપની અને અલગ બતાવવામાં આવી છે. કાઝી ફાયકે “મિરાત-ઉલૂ-હુસ્ન” (સૌંદર્યની આરસી) નામનું કાવ્ય લખ્યું છે. એમાં માથાથી પગ સુધી એક માકનાં અવયનું વર્ણન છે. એમની બીજી કૃતિ “તારીખે રેહલતે મોલાના ન દોનછે. એમાં તેઓએ પિતાના પિતાના મૃત્યુ સંબંધી લખ્યું છે.
મેહરી : બાદશાહબાન નૂરજહાંએ એને પાળીપોષીને મોટી કરી હતી. એ એક કવયિત્રી હતી. એણે પણ નખશિખ વર્ણને સ્વરૂપની એક મસનવી લખી છે. એ મસનવીનું નામ “સરાપા એ મેહરી' છે.
મૌલાના અહમદ બિન સુલેમાન : જ્ઞાનની લગભગ બધી જ શાખાઓમાં એ પારંગત હતા. એમણે “ફયુઝ ઉલ્ કુર્સ' નામનો એક ધાર્મિક ગ્રંથ