________________
મુઘલ કાલ દર્શાવતે આદેશ ડઈના હિ. સ. ૧૦૫૪(ઈ.સ. ૧૬૪૪)ના લેખમાં મેજૂદ છે. બીજે આવો આદેશ, જેના પરથી રાજ્યાધિકારીઓ તરફથી વેપારીઓને કેવી કનડગત થતી એની સહેજ ખ્યાલ આવી શકે છે તે સોરઠનાં માંગરાળ પ્રભાસ અને જૂનાગઢ શહેરમાં શિલાલેખના રૂપમાં જાહેર સ્થાને મૂકવામાં આવ્યું હત.૨૩ આ લેખ પ્રમાણે વેપારીઓને રાજ્યાધિકારીઓ-ફેજદાર વગેરેના ભાગોની ઊપજ ઊધડ લેવાની ફરજ પાડવામાં આવતી, જેથી એમને નુકસાન જતું ને આથી એ પ્રથાને દૂર કરવાને સોરઠના ફેજદાર શહવદખાને હિ. સ. ૧૦૯૭(ઈ.સ. ૧૬૮૬)માં આદેશ આપ્યો હતો. આ લેખે પરથી એમ પણ જાણવા મળે છે કે મુઘલ કાલમાં પણ રાજ્યના જુદા જુદા કે અમુક ભાગમાં શિલાલેખ પર કેતરાવેલા રાજ્યાદેશ મૂકવાની પ્રથા હતી.
રાજકીય ઈતિહાસ ઉપરાંત બીજી માહિતી આ લેખમાંથી મળે છે, જે બીજે સ્થળે મળતી નથી. એક લેખમાં ખંભાતમાં હિ. સ. ૧૦૩૭(ઈ.સ. ૧૬૨૭-૨૮)માં કે એ પહેલાં થયેલા એક કેમ વિખવાદને ઉલ્લેખ છે. ૨૪ પાટણ (ઉ. ગુ.) અને સરખેજના મહાન સંતને રજાઓના એમજ એમના વકની દેખરેખ માટે ટ્રસ્ટીઓ પણ (દેખાતી રીતે રાજ્ય તરફથી) નિમાવા અંગેની માહિતી પણ લેખમાંથી મળે છે.'
મુઘલકાલની શિક્ષણસંસ્થાઓ વિશે નિર્દેશ કરતા અત્યાર સુધીમાં ચારેક લેખ મલ્યા છે, તેમાં ચાર મદ્રસાઓ-એ અમદાવાદ૨૫ અને–એક પાટણ (ઉ.ગુ.) અને સુરત ૨૭ ખાતે શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં બંધાઈ હોવાનો ઉલ્લેખ છે. મુસાફરે વેપારીઓ તેમજ યાત્રાળુઓ માટે રહેવાના પ્રબંધની જવાબદારી રાજ્યાધિકારી પર હતી એવું સરાઈનું બાંધકામ દર્શાવતા સુરત માંગરોળ અમદાવાદ વગેરે સ્થળોએ મળી આવેલા લેખો પરથી સમજાય છે. આવી સરાઈની આંતરિક વ્યવસ્થા કેવી હતી તથા એમાં કેવા પ્રકારની સગવડ અપાતી હતી અને સુરતની મુઘલસરાઈમાંના (હાલ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સંગ્રહાયેલા) શાહજહાંના સમયના લેખ પરથી સારી પેઠે
ખ્યાલ આવે છે. આ સરાઈ માટે એક રસપ્રદ વાત એ છે કે એમાં સૈનિકને ઊતરવાની મનાઈ કરવામાં આવી હતી.
ભાષાની દૃષ્ટિએ પણ બે ત્રણ દ્વિભાષી કે ત્રિભાષી લેખ ઉલ્લેખનીય છે. સિદ્ધપુરને હિ. સ. ૧૦૫૬ (ઈ.સ. ૧૬૪૬-૪૭)નો ૨૮ અને પેટલાદના હિ. સ. ૧૧૧૧ (ઈ.સ. ૧૬૯ – ૭૦૦)ને લેખ ગુજરાતી ભાષાના નમૂના પૂરા પાડે છે.