________________
૯ મું]
ભાષા અને સાહિત્ય
[૩૧૩
રહી ઈંદ્રાવતી’ એવા સ્ત્રીભાવથી નિર્દોષ શૃંગારનાં પદ ગાયાં છે. એનાં કાવ્યોની નકલ મારવાડના મેડતા ગામમાં થયેલી છે.) એનું “રાસવર્ણની સુમધુર રચના છે.
વેણીદાસ (ઈ.સ. ૧૭૦૫ માં હયાત)ઃ પેટલાદ નજીકના પીજના આ લેઉવા પાટીદારે તત્કાલીન વ્રજમિશ્રિત હિંદીમાં દિલ્હીસામ્રાજ્યવર્ણન” પદ્યરૂપે આંધ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ મહત્ત્વપૂર્ણ રચના છે.
કેવલરામ નાગ૨ (ઈ.સ. ૧૭૦૦–૧૭૪૯ માં હયાત ) : અમદાવાદના વિસનગરા કવિ કેવલરામને વ્રજમિશ્રિત હિંદી ભાષાને અમદાવાદના સમકાલીન સૂબા જવાંમર્દખાન અને એના બાબી વંશના પૂર્વજોની પ્રશસ્તિ ગાતો પદ્યગ્રંથ જાણવામાં આવ્યું છે. આ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
- તુલજારામ (ઈ.સ. ૧૭૦૯ માં હયાત) : અમદાવાદના મૂળ વતની નાગર જ્ઞાતિના આ આખ્યાનકારને વડોદરામાં રચેલો દશમસ્કંધ' જાણવામાં આવ્યો છે (ઈ.સ. ૧૭૦૯).
રણછોડ ભક્ત (ઈ.સ. ૧૭૧૪–૧૭૨૪ માં હયાત) : મહીકાંઠાના ખડાલ ગામનો વતની અને પાછળથી કપડવંજ તાલુકાના તોરણામાં આવી વસેલે આ એક ભક્તકવિ હતા. “ક કો' “કવિપાક “કૃષ્ણના મહિના” “કેવલરસ “ચાતુરી “ચિંતામણિ “ઠાકોરને ગર” “તાજણે” (યાબખા) બારમાસ' વગેરે એની અનેક ભક્તિમાર્ગીય રચનાઓ મળી છે. વળી દશાવતારલીલા” “નાસિકેતાખ્યાન “બ્રહ્મસ્તુતિ ગોવર્ધન ઉત્સવ” “સીતાવેલ” વગેરે આખ્યાનપ્રકારની રચનાઓ પણ મળે છે.
જગજીવન (સ. ૧૭૧૬-૧૭ માં હયાત) : મધ્ય કક્ષાના જ્ઞાની કવિઓમાં સ્થાન લઈ શકે તેવા આ કવિની “જ્ઞાનમૂલ” “નરબોધ' “મણિરત્નમાલા “સપ્તાથાયી” “જ્ઞાનગીતા “રામકથા' “શિવવિવાહ અને ચિત્તવિચારસંવાદ' એ કૃતિઓ જાણવામાં આવી છે. “મણિરત્નમાલા” મૂળ કેઈને ગ્રંથ છે, એના અનુવાદમાં કવિએ પદ્ય તેમજ ગદ્યનો ઉપયોગ પણ કર્યો છે.
રધુરામ દીક્ષિત (ઈ.સ. ૧૭૧૬ માં હયાત) : નરસિંહ મહેતાની હૂંડી' “પાંડવાશ્વમેધ ઉપરાંત છૂટક પદો આ આખ્યાનકારનાં મળી આવ્યાં છે. એ ઓરપાડને યજુર્વેદી બ્રાહ્મણ હતા.
શામળ (ઈ. સ. ૧૭૧૪–૧૭૬૫ માં હયાત) : ગુજરાતી ભાષાના મધ્યકલમાં કાલ્પનિક લૌકિક કથાઓ સ્વલ્પ પ્રમાણમાં જ મળી છે. અમદાવાદ પાસેના - વેંગણપુર(હાલના ગોમતીપુર) ના શ્રીગૌડ માળવી બ્રાહ્મણ શામળ ભટ્ટ લેકરંજન