________________
૨૯) બુઘલ કાલ
[ . ગણેશ દેવજ્ઞ (ઈ.સ. ૧૬૧૪) સુર્યપુર(સુરત)નિવાસી ભારાજગોત્રીય ગણેશ દૈવસે જાતકાલંકાર” નામનો ગ્રંથ (શક સં. ૧૫૩૫-ઈ.સ. ૧૬૧૪) અને કેશવાર્ક-રચિત “વિવાહવૃંદાવન ગ્રંથ ઉપર ટીકા રચી છે. “જાતકાલંકાર' ઉપર હરભાનુ શુક્લે ટીકા ચાનું જાણવા મળે છે.
આ. વિજયસેનસૂરિ (ઈ.સ. ૧૬૧૬): આ. હીરવિજયસૂરિશિષ્ય આ. વિજયસેનસૂરિ શાવિશારદ હતા. એ જોતાં અકબરે એમને “સવાઈ હીરવિજય સુરિ એવો આકાબ આપ્યો હતો.
એમણે “ગશાસ્ત્ર” પર “સપ્તશતાથી” નામક વૃત્તિ રચી છે, જેમાં યોગશાસ્ત્રના પ્રથમ પાના ૭૦૦ અર્થ કરી બતાવ્યા છે. વળી એમણે “સૂક્તાવલી નામને ગ્રંથ પણ રચે છે ૧૪
મહો. કીર્તિવિજ્ય ગણિ (ઈ.સ. ૧૬૧૬) : આ હીરવિજયસૂરિના શિષ્ય મહે. કીર્તિવિજયગણિએ વિદ્યાપુર (વિજાપુર)થી સં. ૧૬૧ર માં સંસ્કૃત પદ્યમાં ઇલાદુર્ગ (ઈડર)માં ચાતુર્માસ રહેલા આ વિજ્યસેનસૂરિ ઉપર “વિજ્ઞપ્તિપત્ર લખ્યો હતા.૫ આ રચના એમની સાહિત્યિક પ્રતિભાની નિદર્શક છે.
એમણે હરિપ્રોત્તર અને વિચારરત્નાકર' નામના ગ્રંથ રચ્યા છે.
સુમતિહર્ષ (ઈ.સ. ૧૬૧૭): અંચલગચ્છીય હર્ષરત્નના શિષ્ય સુમતિહષે શ્રીપતિકૃત “જાતકકમ પદ્ધતિ” ઉપર સં. ૧૬૭૩ માં ટીકા, સં. ૧૬૭૭માં હરિભદના તાજિક્ષાર' પર ટીકા, સં. ૧૬૮૭ માં ભાસ્કરકૃત “કર્ણકુતૂહલ' પર ગણકકૌમુદી નામની ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે.
ચારિત્રસિંહ (ઈ.સ. ૧૯૧૯) : સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં ચારિત્રસિંહ નામના જૈન મુનિએ વ્યાકરણ વિષયને ટીકાગ્રંથ ધળકામાં રચ્યો છે.
શ્રીવિજ્યગણિ (ઈ.સ. ૧૯૨૦) : તપા. રામવિજયગણિના શિષ્ય શ્રી વિજય ગણિએ સં. ૧૬૭૬ (ઈ.સ. ૧૯૨૦)થી સં. ૧૬૯૬ના વચગાળામાં રઘુવંશ મહાકાવ્ય” ઉપર અને “કુમારસંભવ મહાકાવ્ય'ના સાત સર્ગ ઉપર ટીકા અને સં. ૧૭૦૯માં મેઘદૂતકાવ્ય પર ટીકા કરી છે.
આ જિનરાજસૂરિ(ઈ.સ. ૧૬૨૦ લગભગ) : ખરા. આ. જિનસિંહસૂરિના શિષ્ય આ. જિનરાજસૂરિએ શ્રીહરચિત ઔષધીય મહાકાવ્ય' ઉપર વિસ્તૃત વ્યાખ્યા રચી છે. આ આચાર્યને સમય સં. ૧૬૭૬ થી ૧૬૯૯ ગણાય છે.