________________
પ્રકરણ ૯ ભાષા અને સાહિત્ય
૧, ભાષા ફારસી
મુઘલ કાલ દરમ્યાન સારાયે સામ્રાજ્યની રાજ્યકારોબારની ભાષા ફારસી હતી. ગુજરાતના સૂબેદારો પણ ફારસી ભાષામાં રાજ્ય-કારોબાર ચલાવતા. ટૂંકમાં, ફારસી ભારતની અને ગુજરાતની પણ રાજ્યભાષા હતી. સરકારી ફરમાને પત્રવ્યવહાર અને અદાલતની કાર્યવાહી વગેરે તમામ બાબતમાં ફારસી ભાષાને ઉપયોગ થતો. એ શાસકેની ભાષા હોઈ રોજ-બ-રોજના વ્યવહારમાં પણ એને છૂટથી ઉપયોગ થતો.
ફારસી તત્કાલીન રાજ્યભાષા હેઈ, રાજ્યકારોબાર સાથે સંકળાયેલ અથવા રાજ્ય-કારોબાર સાથે સંકળાવા ઈચ્છતા સૌ કોઈ માટે એ ભાષા શીખવાનું
અનિવાર્ય હતું. શહેનશાહ સુલતાન નવાબ નાઝિમ આમિલ કે શહેર-કાજી વગેરે તમામ સાથે ફારસી દ્વારા સંપર્ક સાધી શકાતો. આને કારણે ગુજરાતમાં વસતી કેળવાયેલી કમેના માણસો ફારસી શીખવા પ્રેરાતા. ફારસીના જ્ઞાન વગર એમની કેળવણી અધૂરી ગણાતી. હિંદુઓમાં નાગર અને કાયસ્થ જેવી મુત્સદ્દી કોમોએ સરકારી નોકરી મેળવવા માટે ફારસી ભાષાનો અભ્યાસ કર્યો અને કેટલાક સંગીન અભ્યાસ કરી ફારસીના સમર્થ વિધાન બન્યા, અને જુદાં જુદાં સરકારી ખાતાંઓમાં બક્ષી વકીલ દફતરદાર શિકાર મુનશી મજમૂદાર વગેરે હેદ્દાઓ પ્રાપ્ત કર્યા. તેમાંથી ઘણુઓએ તે ફારસી સાહિત્યમાં સુંદર ગ્રંથ પણ લખ્યા છે.
ઉપા. ભાનુચંદ્ર અને ઉપા. સિદ્ધિચંદ્ર ફારસી ભાષાનો અભ્યાસ કર્યો હતો. બીજા કેટલાક જૈન સાધુઓ ફારસી ભાષાના સારા જાણકાર હતા એમ જાણવા મળે છે. જૈન સાધુઓએ ફારસીમાં રચેલાં સ્તુતિ-સ્તોત્ર મળી આવે છે. સંસ્કૃત
સંસ્કૃત ગુજરાતી બોલચાલની મુખ્ય ભાષા હતી છતાં સંસ્કૃતને પણ ઠીક ઠીક અભ્યાસ થતો હતો. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ઉક્તિ' ગ્રંથો આ કાળ દરમ્યાન લખાયા હતા.