________________
પરિશિષ્ટ].
સુરતનું બંદર
[૨૮૦
૧૮ મી સદીના આરંભમાં યુરોપીય વેપારીઓને સુરતના મુત્સદી સાથે સંઘર્ષ થત ગયે. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સત્તા નબળી પડી. અંગ્રેજોએ મુઘલ બાદશાહતને સુરત બંદરની જકાતના વાર્ષિક ઊચક રૂ. ૧૦,૦૦૦ આપવા એવું નક્કી થયું. ફ્રાન્સના વણકરને અસંતોષ વધી પડતાં સુરતમાંથી ફ્રેન્ચ કાઠી. ઉઠાવી લેવામાં આવી (૧૭૧૯). શહેરને ફરતો કોટ “શહરપનાહ” કોટની બહારનાં પરાને આવરી લેતા નહિ તેથી બૃહદ્ સુરતની આખી આલમને રક્ષણ આપે. તે બહાર કટ “આલમપનાહ” બંધાવવામાં આવ્યા.રર .
સુરતને મુત્સદ્દી રુસ્તમ અલીખાન પિલાઈ ગાયકવાડ સાથેના સંઘર્ષમાં વસો પાસે દગાથી માર્યો ગયો (૧૭૨૫). કવિ શામળ ભટે આ ઘટના વિશે. ‘રૂસ્તમ કુલીનો પવાડો” ઓ છે. ૨૩
દિલ્હીમાં ત્યારે મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો (૧૭૧-૧૭૪૮), ગુજરાતમાં ગાયકવાડની તથા પેશ્વાની સત્તા વધતી જતી હતી. મુઘલાઈ નબળી પડતાં. સૂબેદારે અને હાકેમ નવાબ' બનવા લાગ્યા હતા. સુરતમખાનના પુત્ર અને ઉત્તરાધિકારી સેહરાબખાનના સમયથી સુરતના મુત્સદ્દી પણ નવાબ બની ગયા. સુરતના વહાણુવાડાના કેટલાક કુશળ પારસી કારીગર મુંબઈના ગવર્નરની ભલામણથી મુંબઈ જઈ વસ્યા(૧૭૩૫). આમાં લવજી વાડિયાની ખ્યાતિ મેર ફેલાઈ. વાડિયા કુટુંબે પેઢીઓ લગી એ ખ્યાતિ જારી રાખી.૨૪ નવાબ માટેની આંતરિક ખટપટમાં સુરત શહેર તથા બંદરની જાહોજલાલી ઘટતી ગઈ, દરિયાઈ વેપારનું વડું મથક મુંબઈ થવાથી પણ એના વેપારધંધાને ફટકો પડ્યો. ૧૮મી સદીના અંતે સુરતમાં નવાબીના સ્થાને અંગ્રેજ સરકારની સત્તા પ્રવતી, પછી ત્યાંની સ્થિતિ સુધરતી રહી, પરંતુ બંદર તરીકેની એની જાહેરજલાલી પાછી ન. આવી તે ન જ આવી.
પાદટીપ
૧. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', ભા. ૧, પૃ. ર૦૬ ૨. ઈશ્વરલાલ ઇ. દેસાઈ, “સુરત સેનાની મૂરત', પૃ. ૩ ૩. એજન, પૃ. ૧ 8. M. S. Commissariat, History of Gujarot, Vo-l. I, p. 265 ૫. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૦-૧૨ 4. M. S. Commissariat, op.cit., Vol II, pp. 11 f. ૭. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૮-૨૧