________________
. પરિશિષ્ટ
સુરતનું બંદર
મુઘલ કાલે દરમ્યાન ગુજરાતનાં બંદરમાં અગ્રિમ સ્થાન ધરાવતુ સુરત શહેર ગુજરાતનાં નગરોમાં સલતનત કાલથી મહત્ત્વ પામ્યું હતું. મૈત્રક કાલ દરમ્યાન તે એ પ્રદેશનું વડું મથક કન્સારગ્રામ (હાલનું કતારગામ) હતું. સુરત શહેર એની દક્ષિણે વહેલામાં વહેલું સોલંકી કાલના અંતમાં અથવા પ્રાયઃ સલ્તનત કાલના આરંભમાં વસ્યું લાગે છે. પંદરમી સદીથી એ શહેરના નિશ્ચિત નિર્દેશ થયેલા છે. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં સુરતને બ્રાહ્મણ ગોપીનાથ વછરને હેદ્દો પામ્યો હતો ને સુલતાન મુઝફફરશાહ ૨ જાના સમયમાં એની લાગવગ વધી હતી, જેને કંઈક લાભ ગુજરાતનાં બંદરોમાં હક મેળવવા મથતા ફિરંગીએને મળ્યો હતો. ઈ.સ. ૧૫૧૫ માં સુરતના પ્રવાસે આવેલા ફિરંગી અધિકારી બારબોસાએ સુરતને રાંદેરથી ઊતરતી કક્ષાના ને છતાં ગુજરાતના સુલતાનને જકાતથી મટી આવક કરી આપતા મહત્વના બંદર તરીકે ઓળખાવ્યું છે.'
એ અગાઉ ૧૫૧રમાં ફિરંગીઓએ સુરત લૂંટયું હતું એમ કહેવાય છે, પરંતુ મલિક ગોપીની હયાતી દરમ્યાન એવું ભાગ્યે જ બન્યું હોય. એના દેહાંત (૧૫૧૪) પછી સુરતના બંદર પર ફિરંગીએ વારંવાર હુમલો કરવા લાગ્યા. ૧૫૩૫ માં સુરત અને રાંદેર પર આગ-લૂંટની આફત આવી પડી ત્યારે રાંદેર પડી ભાંગ્યું, જ્યારે સુરતની નવી સાહસિક પ્રજાએ શહેરને એવું ખડું કર્યું કે એની આબાદી વધતી રહી. સુલતાન મહમૂદ ૩ જાના હાકેમ ખુદાવંદખાનના વહીવટ દરમ્યાન હિ.સ. ૯૪૭(ઈ.સ. ૧૫૪૦-૪૧)માં ફિરંગીઓથી શહેરનું રક્ષણ કરવા ત્યાં મજબૂત કિલ્લો બંધાયો ત્યારે સુરત શહેર બંદર મુબારક તરીકે ખ્યાતિ પામ્યું.'
મીરઝાઓને વશ કરવા અકબરે ૧૫૭૩ માં સુરત પર ચડાઈ કરી એને કિલે કબજે કરેલો. અકબરને જરથોસ્તી પારસીઓને પરિચય ત્યાં થયે ને ફિરંગી એલચીમંડળ સાથે મૈત્રીને સંબંધ ત્યાં બંધાય, સુરતનું બંદર મુત્સદ્દી(હાકેમોને વહીવટ નીચે મુકાયું. હવે મક્કાની હજ માર્ગ મોકળો થયા. બાદશાહનાં ફેઈ ગુલબદન બાન વગેરે હજ માટે સફર કરવા સુરત આવ્યાં ત્યારે તેઓની સલામતી માટે સુરતના મુત્સદ્દી પાસે ફિરંગીઓ સાથે ખાસ બંદોબસ્ત કરાવવો પડેલો.