________________
ર૭૨)
મુઘલ કાલ
જહાંગીરની આત્મકથા તુઝક––જહાંગીરીમાં જહાંગીરના એક નવીન પ્રકારના સિક્કા વિશે નોંધ છે. ઈ.સ. ૧૯૧૭ માં જહાંગીરના નિવાસ ખંભાતમાં હતો અને એ ઘટનાના સ્મરણમાં આ સેનાના સિક્કા બહાર પાડવાનો હુકમ એણે આપ્યો હતો. સામાન્ય સેનામહોર અને રૂપિયા કરતાં બમણા વજનના સોના-રૂપાના ટૂંકા આ હુકમ અનુસાર પાડવામાં આવ્યા હતા. પોતાની આત્મકથામાં જહાંગીર અભિમાનપૂર્વક લખે છે કે “મારા સિવાય બીજા કોઈના રાજ્યમાં તાંબા સિવાય બીજી કઈ ધાતુના ટૂંકા પડયા નથી. સેના-ચાંદીના ટેકા એ મારી શોધ છે.” આ સિક્કાની બંને બાજુ ઉપરના લખાણની નેધ પણ તુઝકમાં આપેલી હોઈ એની વિશ્વસનીયના વિશે કંઈ શંકા રહેતી નથી. ખંભાતના આ જહાંગીરી ટંકાનો કેઈ નમૂનો આજ સુધી જળ્યો નથી, પણ તેથી ઉપર્યુક્ત હકીકતમાં ફેર પડતો નથી. ૨૭ વળી આ ટૂંક સર્વસામાન્ય જ ચલણ માટે નહિ, પણ જહાંગીરના ખંભાત-નિવાસના સ્મરણમાં બહાર પડાયા હતા એટલે એની સંખ્યા પણ મોટી ન હોય એવો સંભવ છે.
* શાહજહાંને રાજ્યાભિષેક તા. ૪ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ થયે, પણ એ તારીખ પહેલાં જ એના ટેકેદારોએ સુરતની ટંકશાળમાંથી એના નામની સોનામહોરે બહાર પાડી હતી, પણ પાટનગર અમદાવાદ ખાતે તે એના હુકમ મુજબ સલીમશાહ અથવા જહાંગીરના સિક્કા પાડવાનું ચાલુ રહ્યું હતું. આથી રાજયાભિષેક પહેલાંના શાહજહાંના સિક્કા પાટનગરમાં સ્વીકારાતા નહતા અને એ ચલાવવા માટે વટાવ આપવો પડતો હતો, ગુજરાતની ટંકશાળોમાં પડેલા શાહજહાંના પુષ્કળ સિક્કા મળ્યા છે. એ સિક્કા ઉપર કલમા અને ખલીફાનું નામ નોંધવાનું શાહજહાંએ પાછું શરૂ કર્યું અને અકબરને ઈલાહી સન આપવાનું બંધ કર્યું.૨૮
શાહજહાંના પુત્રો વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે શાહજાદે મુરાદ ગુજરાતને સૂબો હતો તેણે તા. ૫ ડિસેમ્બર ૧૬૫૭ ને રોજ અમદાવાદમાં પિતાને રાજ્યાભિષેક જાહેર કર્યો, બાદશાહ ગાઝી'નું બિરુદ ધારણ કર્યું તથા અમદાવાદ સુરત અને ખંભાતની ટકશાળામાંથી પોતાના રૂપિયા અને સોનામહેર બહાર પાડ્યાં, ૨૯ પણ મુરાદની સત્તા ઔરંગઝેબની કૂટનીતિને પરિણામે ટૂંક સમયમાં વિલીન થઈ ગઈ.
ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત બાદશાહના સિક્કા ઉપરથી કલમા અને ખલીફાઓના નામની નોંધ લોપ થયો એ આશ્ચર્યજનક લાગે, પણ મુસ્લિમ ઇતિહાસકારે આને ખુલાસે આપતાં લખે છે કે ઈસ્લામનાં પવિત્ર ધર્મવાને