________________
ખંડ ૧
પ્રાસ્તાવિક
પ્રકરણ ૧
સાધન-સામગ્રી
૧. ફારસી-અરબી તવારીખ મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીત્યું (ઈ.સ. ૧૫૭૩) ત્યારથી લગભગ ૧૮૫ વર્ષ સુધી ગુજરાત મુઘલોના તાબામાં રહ્યું. આ ગાળા દરમ્યાન તેઓ પિતાના સુબેદારો મારફતે ગુજરાતનો વહીવટ ચલાવતા રહ્યા. | મુઘલ કાલમાં ફારસી રાજભાષા હતી. રાજ્ય તરફથી ફારસી ભાષા અને સાહિત્યને ઉત્કર્ષ માટે ખાસ ઉત્તેજન અપાતું હતું. મુઘલ સમ્રાટે, સૂબેદારે અને અમીર ફારસી ભાષાના વિદ્વાનોના આશ્રયદાતા હતા. આવા આશ્રિત વિદ્વાનમાં ઇતિહાસલેખકેને સ્થાન મળ્યું હતું. ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઈતિહાસ લેખક પણ હતા, જેમને મુઘલે તરફથી પ્રાત્સાહન મળતું. રહેતું. આથી આ કાલ દરમ્યાન મુસ્લિમ અને હિંદુ ઈતિહાસ-લેખકોએ મેટી સંખ્યામાં ઈતિહાસગ્રંથ લખ્યા છે. આમાંના ઘણાખરા ગ્રંથ પ્રસ્તુત કાલના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે વરતેઓછે અંશે ઉપયોગી થાય છે.'
અકબરના સમયમાં લખાયેલ અબુત્સલત “અકબરનામહ, અબદુકાદિર બદાઊની(મૃ. ઈ.સ. ૧૫૯૬)-કૃત “મુખબુત તવારીખ અને ખાજા નિઝામુદીન અહંમદ હરવા-કૃત “તબકાતે અકબરી મુખ્ય છે. '
અકબરનામહીમાં ઘટનાઓની વિગત સાલવાર આપી છે. એમાં બાબર અને હુમાયું વિશેના વિગતવાર અહેવાલમાં ગુજરાત અંગે વિસ્તૃત માહિતી આવે છે, છે. ઈ–૬–૧