________________
[.
૪૮]
મુઘલ કલ છે. જે કોઈ માલ કે છપાવે તથા બાહારથિ વસ્તુવાનું તથા કિરિઆનું તથા રેસમ આમદનિ લાવે તથા લેઈ જાય તે રૂપૈયા શત એકને માલે રામ ચાર લેખે દર શત આપે તથા જે કંઈ કઠાને વેપાર કરે તે આપે શેઠળ મજકુરના પુત્ર પુત્રાદિકને અમારા પુત્રપુત્રાદિક આપે જાય. એ લક્ષાથિ જે કોઈ ફરે તે તે પોતાના માબાપથિ કરે.........૧૨
એ સમયના રાજકીય જીવનની અનિશ્ચિતાને કારણે પૈસા આપીને “શાંતિ ખરીદવાનું સાધારણ બની ગયું હતું, પણ એવી રીતે ખરીદેલી શાંતિ કે જ એવું નહોતું, બલકે એને પરિણામે આક્રમણકારોને લોભ વધે એવું બનતું. .સ. ૧૭૨૬ માં પેશવાના સેનાપતિઓએ ઉત્તર ગુજરાતના સમૃદ્ધ શહેર વડનગર ઉપર હુમલો કર્યો. ઉમરેઠની જેમ વડનગરમાં પણ શરાફીને બંધ કરતા ધનિક બ્રાહ્મણોની સારી વસ્તી હતી; આક્રમકોને ચાર લાખ રૂપિયા આપીને એમણે પાછા કાઢયા, પણ થોડા સમય પછી બીજુ મરાઠી સૈન્ય ગોધરાથી ઈડર થઈને વડનગર આવ્યું, તેણે એ નગરને લૂંટયું અને બાળ્યું. ૧૩ વડનગરના નાગર બ્રાહ્મણો એ સમયે બીજે ચાલ્યા ગયા અને કેટલાક તો ઉત્તર ભારતમાં જઈને વસ્યા, જ્યાં આજે પણ એમની વસ્તી સારા પ્રમાણમાં છે. સને ૧૭૩૦ માં પેશવાના ભાઈ ચિમનાજી આપાએ પેટલાદ શહેર પાસેથી બે લાખ રૂપિયા કઢાવ્યા હતા તથા ધોળકા લૂંટયું હતું. એ જ વર્ષમાં અમદાવાદના સૂબા સરબુલંદખાને નગરશેઠ ખુશાલચંદની મેટી સેવાઓની અવગણના કરીને કેટલાક ખટપટી લેકની ચડવણીથી એમને કેદ કર્યા હતા અને રેશમના વેપારીઓના મહાજનના શેઠ ગંગાદાસને નગરશેઠ તરીકે નીમ્યા હતા. છેવટે સાઠ હજાર રૂપિયા લઈને ખુશાલચંદને છુટકારો કરવામાં આવ્યું હતું. ૧૫ ઈ.સ. ૧૭૩૦માં ભૂજ ઉપરની ચડાઈમાંથી મુઘલ સૈન્ય પાછું ફર્યું ત્યારે સિપાઈઓના પગાર ચડી ગયા હતા અને તેઓ બળવો કરવાની તૈયારીમાં હતા ત્યારે સરબુલંદખાને અમદાવાદ શહેર માંથી મોટી રકમ કઢાવવાનું નક્કી કર્યું, જેનો બે-તૃતીયાંશ ભાગ હિંદુ વેપારીઓ પાસેથી અને એક-તૃતીયાંશ ભાગ વહેરા વેપારીઓ પાસેથી લેવાને હતો. ૧૬ બનેલી ઘટનાઓની આ આછી પણ નેધ નથી, પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિને ખ્યાલ આવે એ પૂરતાં થોડાંક ઉદાહરણ માત્ર છે.
આ કાલનાં કેટલાંક પૂર્ત કાર્યોની નોંધ લેવી અહીં પ્રસ્તુત થશે. વરતુત: આ નેંધ બાંધકામના શીર્ષક નીચે આવે, પણ સામાજિક જીવન ઉપર એના દ્વારા પ્રકાશ પડે છે, એટલે અંશે એ પૈકી કેટલાંકને ઉદાહરણાત્મક ઉલ્લેખ અહીં કર્યો છે.