________________
૨૪]
મુઘલ કાલ
સાહી હુકમથી તેડવામાં આવ્યું હતું એની તત્કાલીન સ્થિતિને અહેવાલ ઔરંગઝેબે ઈ.સ. ૧૭૦૨ માં મંગાવ્યો હતો. હિંદુઓએ એમાં પૂજા-ઉપાસનાને આરંભ કર્યો હોય તો એ મંદિરને ફરી વાર પૂરો નાશ કરી નાખે એવું પણુ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. દ્વારકાનું વિખ્યાત જગત મંદિર તેડી નાખવાનો હુકમ ઔરંગઝેબે ઈ.સ. ૧૭૦૬ માં કર્યો હતો, પણ ઔરંગઝેબના જીવનને એ લગભગ અંતકાળ હતો અને સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ અસ્થિર હતી, એ જોતાં આ હુકમનો અમલ થયા હશે કે કેમ એ શંકાસ્પદ છે.
- અમદાવાદ પાસે બીબીપુર-સરસપુરમાં સુપ્રસિદ્ધ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય જૈન મંદિરને શાહજહાંના રાજ્યકાલમાં ઈ.સ. ૧૬૪૫ માં પિતાની ટૂંકી સૂબાગીરી દરમ્યાન શાહજાદા ઔરંગઝેબે ગેહત્યા કરાવીને ભ્રષ્ટ કર્યું હતું અને એમાં મહેરાબો ચણાવી એને મસ્જિદના રૂપમાં ફેરવી દીધું હતું. આ સામે શાહજહાંએ ઈ.સ. ૧૬૪૮ માં ફરમાન કાઢીને મહેરાબ અને મંદિરની વચ્ચે ભીંત ચણાવી દેવાનું, મંદિરમાં અડ્ડો નાખીને પડેલા ફકીરોને હાંકી કાઢવાનું, કેટલાક વહેરાઓ એમાંથી અનેક વસ્તુઓ ચોરી ગયેલા તે એમની પાસેથી. પાછી મેળવવાનું અથવા એ ન મળે તે એની કિંમત વસૂલ કરીને શાંતિદાસને આપવાનું ફરમાન ગુજરાતના સૂબા શાહજાદા દારા શિકોહના અમદાવાદ ખાતેના નાયબ વૈરાતખાનને જણાવ્યું હતું, આમ છતાં ત્રણ વર્ષ સુધી ભ્રષ્ટ અને અપૂજ્ય સ્થિતિમાં પડી રહેલા મંદિર તરફ ઉપાસકે ફરી વાર ન જ વળ્યા, પણ શાહજાદા ઔરંગઝેબના હુકમથી જે થયું તે પાદશાહ પાસે ઉલટાવવા માટે શાંતિદાસે શું કર્યું હશે એની કલ્પના જ કરવાની રહે છે. શાંતિદાસ એ સમયના મોટા શરાફ, શાહી ઝવેરી અને શ્વેતાંબર જૈનેના સૌથી મોટા આગેવાન હતા. ગુજરાતના સામાજિક જીવનમાં મહાજનોનો જે પ્રભાવ હતો અને શાસક ઉપર એમનું ચલણ હતું તે ઉપર આ ઘટના ઉદાહરણાત્મક પ્રકાશ પાડે છે. “ધર્મસંપ્રદાય વાળા પ્રકરણમાં એ વિશે કેટલેક વધુ નિર્દેશ થશે. ટપાલ લઈ જનારા હલકારા તરીકે હિંદુ સમાજમાં બ્રાહ્મણો પણ કામ કરતા હતા. ઈ.સ. ૧૬૯૯ માં નર્મદાકિનારે શિર પરગણાના બ્રાહ્મણોએ સૂબેદાર
જતખાનને અરજ કરી હતી કે ફોજદાર અને બીજા અમલદારો એમને ટપાલ લઈ જવાની વેઠ કરવા માટે ફરજ પાડે છે. એમને અટકાવવા સૂબાએ બ્રાહ્મણોની તરફેણમાં હુકમ બહાર પાડ્યો હતો.
ઈ.સ. ૧૭૧૪ માં અમદાવાદના જાણીતા શરાફ મદનગોપાલન મુનીમ હરિરામ પિતાના મિત્રો સાથે હળીને તહેવાર ઊજવતો હતો ત્યારે એક મુસ્લિમ