________________
૨૨૪]
મુઘલ કાલે
સિક્કા વિશે માહિતી પ્રકાશિત થઈ છે. આ બધા સિક્કા ભાતમાં એકસરખા છે, જે અમદાવાદની દાસ્સલતનત ઉપનામવાળી ભાતોમાંની એક ભાતને મળતી છે. એમાં એક બાજુ ગેળ સિક્કા પર વચમાં ટપકાંવાળી બે લીટીઓથી બનેલા ચેસ ક્ષેત્રમાં કલમો અને આજુબાજુ હાંસિયામાં ચાર ખલીફાઓવાળું અને બીજી બાજુ એવા જ ક્ષેત્રમાં સમ્રાટનું નામ તથા હિજરી વર્ષસંખ્યા અને હાંસિયામાં માનસૂચક લકબ, રાજ્યના અમરત્વ માટે પ્રાર્થના અને ટંકશાળ-નામ ગર્વ ર શારે નવા પત્તન (નહરવાલા પાટણ શહેરમાં કાયો) એ લખાણ છે.
ગુજરાત બનાવટના અકબરના ચાંદીના સિક્કા–ગુજરાતની મહમૂદી જેવા, જેઓના પર ટંકશાળનામ નથી અને રેવ. ટેલરના મતે જે સુરત ખાતે ટંકાયા હતા તે સિક્કા પાટણની ટંકશાળમાંથી બહાર પડવાનું વિધાન શ્રી. સી. આર. સિંઘલે કર્યું છે. શ્રી. સિંઘલે આવા જે ૮૦ સિક્કાઓના અભ્યાસ પછી પિતાને મત બાંધ્યો છે, તેમાં અમુક પર હિજરી વર્ષસંખ્યા ૯૭૯, ૯૯૦ ૯૯૭, ૯૯૯ વગેરે અપાઈ હોવાનું તેમજ અમુક પર પાટણ ટંકશાળનું નામ પણ વાંચી શકાય છે એમ નોંધ્યું છે, પણ આ સિકકાઓની આપેલી છાપમાં એ સ્પષ્ટ આવ્યું નથી, એટલે શ્રી સિંઘલે ચચેલા સિક્કા જોયા સિવાય આ વિષય પર નિર્ણયાત્મક અભિપ્રાય આપી શકાય એમ નથી.
અકબરના પાટણના સિક્કા પણ દુર્લભ કહી શકાય. અત્યાર સુધી એને. એક ફલૂસ રેવ. ટેલરે પ્રકાશિત કર્યો હોવાની માહિતી છે. આ સિક્કો અમદાવાદના તાંબાના સિક્કાઓની એ ભાતના જેવું છે, જેમાં ગોળ સિક્કા પર વચોવચ વચમાં ટપકાંવાળા બે આડી લીટીઓથી વહેંચાયેલા ક્ષેત્ર પર નીચે લખાણ છે. આગલી બાજુ પર ઝૂરે નવા પસન (નાહવાલા પટ્ટણશહેરમાં ઢંકાયેલે પૈસો) અને બીજી બાજુ હિજરી વર્ષ શબ્દો અને સંખ્યા બંનેમાં અપાયું છે. ૧૪
૩, માલપુર અકબરના સિક્કાઓ પર ટંકશાળનું નામ “માલપુરમાં મળે છેઆ માલપુર અગાઉની મહીકાંઠા એજન્સીમાં અને હાલ સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદથી આશરે ૧૦૦ કિલોમીટર ઉત્તરપૂર્વ દિશામાં આવેલું માલપુર એવો સિક્કાશાસ્ત્રીઓને મત છે, જોકે ટંકશાળવાળી રાજધાની અમદાવાદથી આટલી નજીક બીજી ટંકશાળની શી આવશ્યક્તા હશે એ એમને મન કેયડારૂપ છે, પણ અહીંની ટંકશાળ પાટણની જેમ અહપજીવી અને માત્ર હિ.સ. ૯૮૩ થી ૯૦૫ દરમ્યાન જ કાર્યશીલ રહી તેમજ એમાં ઢંકાયેલા સિક્કા પણ જૂજ સંખ્યામાં પ્રાપ્ય છે. હિ. સ. ૮૮૫