________________
પરિશિષ્ટ ગુજરાતની શાળામાં પડાયેલા સિક્કા [૧૫ ચાંદીના સિક્કાઓમાં અહમદાબાદ ટંકશાળનામ સાથે દારુસ્સલ્તનતે શહે મુઅજજમ(સલ્તનતની રાજધાની એવા સર્વથી મહાન શહેર)ના ઉપનામની પ્રયોગ થયો છે.
હિ.સ. ૯૮૭ માં “દાસ્સલ્તનતે અહમદાવાદ ટંકશાળનામ ધરાવતી સેના અને ચાંદીના એક ચેરસ આકારના સિક્કાઓની ભાત શરૂ થઈ, જેમાં આગલી બાજુના કલમાવાળા લખાણ માટે ચેકડી આકારનું અને ચાંદીના સિક્કાઓમાં ચેરસ ક્ષેત્ર રાખવામાં આવ્યું. આ ભાતમાં નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમનો એક સેનાનો સિક્કો લગભગ ૧,૮૪૦ ગ્રેન વજનને છે. આ ભાતના ચાંદીના સિક્કા પર એક ટંકશાળ-ચિહ્ન જોવામાં આવે છે. અમદાવાદ ની ટકશાળને હિસ. ૮૮૮ પછીનો કોઈ સોનાને સિક્કો મળ્યો નથી, પણ ચાંદીમાં ચેરસ સિક્કા હિ.સ. ૧૦૦૦ સુધી બહાર પડવા ચાલુ રહ્યા હતા.
હિ.સ. ૧૦૦૦ અને હિ.સ. ૧૦૦૧ માં સિક્કાઓના ધાર્મિક લખાણમાં ફેર ન થયો, પણ હિજરી વર્ષને બદલે અકબરે શરૂ કરેલા નવા ઇલાહી સનનાં વર્ષ ૩૭ અને ૩૮ નો પ્રયોગ કરવામાં આવ્યો અને ટંકશાળ માટે વપરાતું દાસહતનત’ ઉપનામ પડતું મુકાયું. આ સિક્કા પણ ચોરસ છે.
હિ.સ. ૧૦૧ દરમ્યાન અકબરના સેના અને ચાંદીના સિક્કાઓમાં એક નવી ભાત શરૂ થઈ, જેને સિક્કાશાસ્ત્રીઓએ ઇલાહી સિક્કા શ્રેણીનું નામ આપ્યું. આ સિક્કાઓમાં ધાર્મિક લખાણને બદલે એક નવું લખાણ તેમજ ઇલાહી વર્ષ સાથે એ વર્ષના જે માસમાં સિક્કો ટંકાયો હોય તે માસનું નામ પણ આપવામાં આવ્યું.
આ સિક્કા વિપુલ સંખ્યામાં અને અકબરના રાજ્યકાલનાં પછીનાં લગભગ બધાં વર્ષોના પ્રાપ્ય છે. શરૂઆતમાં એ ચરસ આકારમાં જ બહાર પાડવામાં આવ્યા હતા, પણ ઈલાહી વર્ષ ૩૯ દરમ્યાન ચેરસ સાથે મેળ આકારના ને એ પછી માત્ર ગેળ આકારના બહાર પાડવામાં આવ્યા.
ઇલાહી સિકકાઓના લખાણમાં એક તરફ બાદશાહનાં નામ અને લકબ જલાલુદ્દીન અકબર પર લેષ ધરાવતું અરબી સુત્ર અઢી વર લ ગાઢો (અલ્લાહ સર્વથી મહાન છે, એનું ગૌરવ ગૌરવવંત હ૧) અને બીજી તરફ ઇલાહી વર્ષ અને ભાસ તથા ટંકશાળનામ “અહમદાબાદ” આપતા સૂત્રવાળું લખાણ હોય છે.
આ ભાતના અમુક સિક્કાઓ પર પણ ટંકશાળ-ચિહ્ન મળે છે.
આ ઉપરાંત ચાંદીમાં અકબરના નામ તથા લકબ ધરાવતા એક જુદી ભાતના સિકકા મળ્યા છે, જેમાં એક તરફ પંચકણ ક્ષેત્રમાં કલમાવાળું
|