________________
રાત
૨૦૯
અપીલ સરકારના કેટવાળ સમક્ષ થઈ શકતી અને કેટવાળના ચુકાદા સામે સૂબેદાર સમક્ષ અને એ પછી બાદશાહ સમક્ષ થઈ શકતી.
મુઘલ કાલમાં અદાલતી કેસેનું પ્રમાણ નોંધપાત્રપણે ડું હતું. આનું મોટું કારણ એ હતું કે ગ્રામ-વસ્તીના અનેક નાનામેટા કિસ્સાઓને નિકાલ ગ્રામપંચાયતોમાં થતા. ફેજદારી ન્યાયઃ ગુના અને શિક્ષા
ઇસ્લામી કાનૂન પ્રમાણે શિક્ષાના હ૬ કિસાસ અને તાઝીબ એવા ત્રણ પ્રકાર હતા. હદ્દ એ એવો પ્રકાર હતો જેમાં શિક્ષાનું ઘેરણ કુરાન અને હદીસમાં દર્શાવવામાં આવ્યું હતું. “કિસાસ અને અર્થ “બદલે લે” એવો થતો. આ પ્રકારમાં કાનૂન દ્વારા શિક્ષા મુકરર કરાયેલી હતી, છતાં જે વ્યક્તિ સંડોવાઈ હોય તેના દ્વારા અથવા તે હત્યા થયેલી વ્યક્તિઓના વારસો દ્વારા સજા ઘટાડવા છૂટ આપવામાં આવતી. તાઝીબ એ એવી શિક્ષાનો પ્રકાર હતો, જેમાં શિક્ષોનું પ્રમાણુ કાઝી અથવા ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પર છેડવામાં આવતું. ૨૫
મુઘલ શાસનમાં ગુનાઓ બદલ વિવિધ શિક્ષા કરવામાં આવતી ઃ દંડ, જપતી, કક્ષા અને પદ પરથી ઉતારી પાડવું, નેકરીમાંથી બરતરફી, અન્ય પદ્ધતિઓ દ્વારા માનહાનિ, કેદ અને અટકાયત અને દેશનિકાલ, ફટકા અને શારીરિક શિક્ષાઓ, અપરાધીનાં અંગેનું છેદન, ફાંસી, શાહી ખફામરજીના કિસ્સા વગેરે. સરકારી કર્મચારીઓ જે ગુના આચરતા તેમાં પ્રજા પર દમન ગુજાર્યો અને ફરજમાં નિષ્કાળજી અને સર્વોપરી રાજ સામે રાજદ્રોહ, બંડ અથવા નિર્લજજાણાના કાર્યને સમાવેશ થશે. ગેરઇન્સાફ અથવા ગેરવહીવટની. શિક્ષા એના ગુનાના પ્રમાણમાં થતી. કેદખાના
મુવલ કાલનાં કેદખાનાં બે જાતનાં હતાં. પ્રથમ વિભાગનાં કેદખાનાં ઉચ્ચ દરજજાની વ્યક્તિઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને શાહજાદાઓ– ટૂંકમાં, શાહી અને ઉમરાવ વર્ગના લોકો માટે હતાં, જ્યારે બીજી કક્ષાનાં કેદખાનાં સામાન્ય દરજજાના લે એટલે કે બાકીના લોકો માટે હતાં. શાહી અને ઉમરાવ વર્ગ માટે દેશભરમાં જુદી જુદી જગ્યાએ આવેલા કિલ્લા વપરાતા. પ્રાંતીય રાજધાનીમાં મધ્યસ્થ કેદખાનાં પણ ઉચ્ચ પ્રકારના અને ઉચ્ચ અધિકારી રાજકીય ગુનેગારે માટે વપરાતાં. રાજધાનીમાં કેદખાન અને શિલાઓ ઉપરાંત,
છે-૬-૧૪