________________
કે કે]
રાજ્યતંત્ર
(૨૦૩
હતા. સવારદળમાં બારગીર અને સિલહદાર એવા બે પેટાવિભાગ હતા. બારગીર વિભાગમાં સવારને રાજ્ય તરફથી ઘોડા અને સામગ્રી અપાતાં, અને પગાર ઓછો અપાતે, જ્યારે સિલહદાર વિભાગના સૈનિકને પોતાને ઘેડો અને સામગ્રી લાવવાં પડતાં અને એ કારણે એને પગાર વધુ આપવામાં આવતો. પાયદળમાં જામગીરીવાળા બંદૂકધારીઓ, ધનુર્ધારીઓ, તલવારધારીઓ, ભલાધારીઓ, ગદાધારીઓ અને તમામ પ્રકારની નોકરસેવાઓ આપનારા અને પરિચારકેનો. સમાવેશ થતો હતો. પ્રાંતીય લશ્કર
પ્રાંતીય લશ્કર ત્રણ પ્રકારનું બનેલું હતું પહેલા પ્રકારમાં સૂબેદારથી માંડીને નીચેની કક્ષાના દરેક અધિકારીને પિતાને મનસબ પ્રમાણે રાખવી પડતી ટુકડીઓ હતી. એ બાદશાહના નિયમિત સ્થાયી લશ્કરના ભાગરૂપે ગણાતી. અકબરે મનસબદારોને શાહી તિજોરીમાંથી રોકડ રકમ આપવાની પદ્ધતિ અપનાવેલી. બીજા પ્રકારમાં પ્રાંતીય સૂબેદારને જ્યારે જરૂર પડે અને એના તરફથી બેલાવવામાં આવે ત્યારે મદદ કરવા બંધાયેલા એવા નાની કક્ષાના અમુક જમીનદારોનું લકર હતું. મોટી કક્ષાના જમીનદારોને એમની સાથે થયેલી શરત પ્રમાણે કેદ્રીય. સરકારને સીધી રીતે નાણું અથવા માણસો પૂરાં પાડવાનાં રહેતાં. એ ત્રીજા પ્રકારમાં સરકાર અને મહાલ માટે નિયત કરવામાં આવેલા હિસ્સા મુજબના. પાયદળ તથા હયદળને સમાવેશ થતો હતે.• જમીન-મહેસૂલ-વ્યવસ્થા
જમીન-મહેસૂલ રાજ્યની આવકનું મુખ્ય અને મહત્ત્વનું સાધન હતું.. અકબરના સમયમાં શરૂઆતના સમયમાં વઝીર અને દીવાન પણ) અને પાછળના સમયમાં દીવાન–ઈ–અલા નાણાકીય વિભાગના અધ્યક્ષ તરીકે હતા. બાહોશ વ્યક્તિ મળી આવતાં એને વઝીર અને વકીલ એવા ભારે જવાબદારીવાળા બે હે દા આપવામાં આવતા રાજા ટોડરમલને અશરફ-ઈ–દીવાન અને મુખ્યમંત્રી એવા, બે હૈદા અકબરે આપ્યા હતા. ટોડરમલનું અવસાન થતાં, ખાલસા જમીન. સહિતનું નાણ-ખાતાનું કામ અનહદ વધી જતાં, ખાતાની કામગીરીના ચાર ભાગ પડાયા, જેમાં અમુક પ્રાંતનું જૂથ બનાવી એક એક એવી ચાર વ્યક્તિઓને સોંપવામાં આવેલું. અજમેર ગુજરાત અને ભાળવા ખ્વાજા નિઝામુદીન અહમદ બક્ષીને સોંપવામાં આવ્યાં હતાં. ચારેય અધિકારી મુખ્ય નાણાંમંત્રીને જવાબ-- દાર રહેતા.