________________
$'] ગ્રામ-વહીવટ
મુદ્દલ શાસકોએ ગ્રામ-પ્રજાના ઉત્કર્ષ માટે કાઈ સંગીન યેાજના નહેાતી કરી, પણ સદીએ।થી ચાલી આવતી સંસ્થાગત પદ્ધતિ, જેના દ્વારા ગ્રામ–તંત્ર સારી રીતે ચાલતું હતું, તેને પરેાક્ષ રીતે આશ્રય આપ્યા હતા, છતાં ખૂન ચારી દેશદ્રોહ જેવા અથવા વધુ ભયંકર રવરૂપના ગુના માટે ગામની કામેાના આગેવાનેાની જવાબદારી ગણવામાં આવતી. દીવાની ફાજદારી ધાર્મિક કે સામાજિક જેવા તમામ પ્રકારના વિવાદેશમાં સ્થાનિક સત્તાવાળાઓના ચુકાદાઓથી તેમાંથી એક પણ પક્ષને સ ંતેષ ન મળે તેા એ પક્ષ સરકારના ક્રમશ: આવતા ન્યાયકીય અધિકારીએ સમક્ષ અપીલ કરી શકતા.
ગામના મુખી ગામની બાબતા પર સામાન્ય નિરીક્ષણ રાખતા, ઝધડાઓને નિકાલ લાવતા, પેાલીસ-સેવામાં મદદરૂપ બનતા, અને ગામનું મહેસૂલ ઉધરાવતા. હિસાબર્નસ ખેતીને લગતા તમામ હિસાબે અને પત્રકા રાખતા. ચેાકીદારમાં એ કક્ષા હતી : એક કક્ષાના ચાકીદારાનું કાર્ય ફાજદારી ગુનાઓ અને કાયદાભ ગની માહિતી એકત્ર કરવાનું અને એક ગામથી ખીજે ગામ જતા લેાકાને રક્ષણ આપવાનુ હતુ, ખીજી કક્ષાના ચાકીદારાનું કાર્ય ગામને અનુલક્ષીને પાકનું રક્ષણ કરવાનું અને જમીનની માપણી કરવામાં મદદ કરવાનું હતું.
આરંભના સમયમાં તમામ પ્રકારના ઝધડાઓનું નિરાકરણ ગ્રામપચાયતે દ્વારા થતું, પરંતુ મુઘલ સમયમાં પંચાયતના અધિકાર ગ ંભીર સ્વરૂપના ગુનાની બાબતમાં કઈક મર્યાદિત બનાવી દેવાયા હતા, એમ છતાં કામ જમીન લગ્ન મહેસૂલ ભાડુ તેમ ખેતરેાને પાણી પૂરુ ં પાડવાના, પાકમાં ભાગીદારી જેવા પ્રશ્નોમાં અને લેકાના સામાજિક અને આર્થિક જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્ન પંચાયત પાસે નિકાલ માટે આવતા. પંચાયતનાં કાર્યોમાં ઝધડા–વિવાદના નિકાલ, રક્ષણ અને ચાકી, શિક્ષણ, આરેાગ્ય, જાહેર બાંધકામો, ગરીબ–રાહત સહાય, ઔષધકીય સારવાર તથા આન પ્રમાદ અને ઉત્સવાની જોગવાઈઓ કરવાનાં કાર્યોને સમાવેશ થતા હતા. ગ્રામપંચાયતની સભા મંદિર કે તળાવ પાસેની જગ્યામાં કે એક જાહેર સ્થળે મળતી, ગામને મુખી સુભાનેા પ્રમુખ બનતા અને સભામાં દરેક કુટુંબનેા આગેવાન હાજર રહેતેા. મતદારના મેાભા અને થાન પ્રમાણે એના ભત(અભિપ્રાય)નું વજન પડતુ. જ્યાં કઈ બાબત કે વિવાદનું નિરાકરણ થઈ શકતું નહિ તેવા સંજોગામાં ગામના મુખીને લવાદ ખતાવી એના પર એ છેડી દેવામાં આવતું. મુખી નાના કિસ્સામાં નિર્ણય પાતે લઈ લેતા, જ્યારે વધુ મહત્ત્વની બાબતામાં ગામના વડીલાની સમિતિની મદદ મેળવતા. મુખી પાસે ફોજદારી ન્યાયને પણુ અધિકાર હતા.
રાજ્યતત્ર
[૨૦૧