________________
રાજ્યતંત્ર
[૧ રાજય છ હતાં–ડુંગરપુર, વાંસવાડા, સુથ (રેવાકાંઠામાં), સિરોહી, કચ્છ અને રામનગર (ધરમપુર).તેઓને એમના મૂળ પ્રદેશ પાછા સેવા, પણ એમને પ્રાંતની સરકારના તાબા નીચે રાખવામાં આવ્યાં અને એ સરકારને ખંડણી તથા લશ્કરી સેવા આપવાનું કહેવામાં આવ્યું.૫ પરગણુના તાબા નીચે ગામ હતાં, જેને વહીવટ ગ્રામપંચાયત કરતી. પ્રાંતના અધિકારીએ
અકબરના સમયમાં પ્રાંતના વડાને સત્તાવાર રીતે સિપાહાલાર (સૂબહદાર અને પાળના સમયમાં સૂબસૂ) કહેવામાં આવતો. એના અનુગામીઓના સમયમાં એ “નાઝિમ' તરીકે ઓળખાયા. સિપાહસોલાર એ બાદશાહનો પ્રતિનિધિ હતો. એનાથી બીજા ક્રમે અને કેંદ્રના તાબા નીચે દીવાન હતો. આ બંને મુખ્ય અધિકારીઓ વચ્ચે મોટે ભાગે પ્રાંતની સમગ્ર વહીવટી કામગીરી વહેંચાયેલી હતી. સિપાહાલાર કારાબારી, સંરક્ષણ, ફોજદારી ન્યાય અને સામાન્ય વહીવટ માટે જવાબદાર હતા, જ્યારે દીવાન મહેસુલી વ્યવસ્થા, દીવાની ન્યાય અને સદર અધિકારીના ક્ષેત્રમાં આવતી ફરજ પર સામાન્ય દેખરેખ રાખતો. આ બંને અધિકારીઓની મદદમાં બક્ષી (પગાર ચૂકવનાર, જેને અનેકવિધ ફરજો બજાવવી પડતા), સ૮ (મુખ્યત્વે ધર્મવિભાગ દાન અને અનુદાનનો વડો), કાઝી (પ્રાંતને મુખ્ય ન્યાયાધીશ), કોટવાલ (જે આંતરિક સંરક્ષણ તંદુરસ્તી આરોગ્ય અને બીજાં સુધરાઈ કાર્ય સંભાળતો), મીર બદ્ર (બંદર કર જકાત હેડી અને નાવડીઓ વગેરેના કર વસૂલ લેનાર હતો ) તથા વિકાએનવીસ (દરબારને સમા ચાર–નોંધક) જેવા અધિકારી હતા. આ ઉપરાંત કેટલાક પ્રાંતોમાં પ્રસંગોપાત્ત અમીન” નામને અધિકારી નીમવામાં આવેતો. એના હોદ્દાના પ્રકાર અને કાર્યો વિશે નિશ્ચિત રૂપમાં કહેવું મુશ્કેલ છે. ૧૫૮૩ માં ઈતિમાદખાન ગુજરાતીને ગુજરાતને સૂબેદાર નીમવામાં આવ્યો ત્યારે મીર તુરાબવલીને “ અમીન પદે નીમવામાં આવ્યું હતું.૮ “અમીન અને હેદો પ્રાંતીય વહીવટીતંત્રમાં અંકુશ અને મદદ માટે હતો એમ લાગે છે.
મુઘલ સમ્રાટ માટે આ અધિકારીઓ ઉપરાંત ઘણા બીજા ઉમરાવોને એ જ પ્રાંતમાં જાગીરો આપીને મોકલવાનો રિવાજ થઈ પડ્યો હતો. એમને મોકલવાનો હેતુ પ્રાંતીય સૂબેદારને મદદ કરવાનો હતો. આવા ઉમરા અને ઉચ્ચ અધિકારીઓ એ સૂબાની ઘણી મહત્વની બાબતો અંગે ચર્ચાવિચારણું કરવા માટે અનૌપચારિક સમિતિરૂપ બનતા.
ઈ-૬-૧૩