________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાનો પ્રાર'લ...
[૧૯૩
ઘવાયેલા પિલાજીરવ મહામુશ્કેલીએ મેદાન છેાડી જઈ શકો. પેશવાને આ લડાઈમાં જવલંત વિજય મળ્યેા.
ત્ર્યંબકરાવને સેનાપતિના હોદ્દો એના સગીર પુત્ર યશવંતરાવને આપવામાં આવ્યા અને એના મુતાલિક અથવા નાયબ તરીકે ઉપલાજીરાવને નીમવામાં આવ્યા અને એત સેના-ખાસ-ખેલ'ના ખિતાબ આપવામાં આવ્યા. ગુજરાતની બધી જ મહેસૂલી આવકની વ્યવસ્થા યશ તરાવવતી પિલાજીરાવ કરતા હતા. આ જવાબદારી પિલાજીરાવની હત્યા (માર્ચ, ૧૭૩૨) પછી એના પુત્ર દામાજીરાવે, ૧૭૫૩ મા ઉમાબાઈનું અવસાન થતાં સુધી, વફાદારીપૂર્વક સંભાળી હતી.
મહારાજા અભયસિંહને પિલાજીરાવ સામે ભારે નિષ્ફળતા મળી હતી. પિલાજીરાવે તાજેતરમાં વડેાદરા અને ડભાઈ મેળવ્યાં હતાં, એ ખ’ડણી ઉધરાવવા ડાકાર(ડાસરા તાલુકા-ખેડા જિલ્લા)માં આવ્યા ત્યારે એની સાથે વાટાઘાટે કરવાના બહાને કાવતરું રચી અભયસિદ્ધે પોતાના પ્રતિનિધિઓ દ્વારા પિલાજીરાવની હત્યા કરાવી, ૧૮ પિલાજીરાવની અ ંતિમ ક્રિયા સાવલી(જિ. વડોદરા )માં કરવામાં આવી, જ્યાં એમનું સ્મારક કરવામાં આવ્યું. પિલ્લાજીરાવની હત્યા કરાવ્યા બાદ અભયસ હૈ વડોદરા ખજે કર્યું' અને એ શેરખાન બાબીને સાંપ્યું, એમ છતાં ગાયકવાડના લશ્કર તાબાનું ડભેાઈ કબજે કરવામાં એ અસફળ રહ્યો.
પિલાજીરાવ પછી એના પુત્ર દામાજીરાવ (ર જાએ) પિતાની જગ્યા સંભાળી લઈ ગુજરાતને વહીવટ લગભગ ૩૬ વર્ષ (૧૭૩૨-૬૮) ચલાવ્યા. એ દરમ્યાન એણે ગુજરાતમાં ગાયકવાડના સર્વોપરિ સત્તાવાળા રાજયની સ્થાપના કરી. ૧૭૩૩ માં ઉમાબાઈએ કથા” ખાંડે અને ગાયકવાડને સાથે રાખીને મેટી લશ્કરી ચડાઈ કરી અમદાવાદને ભયમાં મૂકયું. મહારાજા અભયસિંહ એને સામત કરવામાં નિષ્ફળ જતાં ગુજરાતની ચેાથ અને સરદેશમુખી અતે ૮૦,૦૦૦ રૂપિયાનું વચન આપી સમાધાન કર્યું .
દામાજીરાવ શેરખાન ખાખી પાસેથી વડાદરા પાછું મેળવવા ખૂબ આતુર હતા. ૧૭૩૪ માં જ્યારે શેરખાન પેાતાની બાલાસિનાર( પંચમહાલ જિલ્લા )ની જાગીરમાં હતા ત્યારે પિલાજીરાવે વડાદરા નજીક આવેલ પાદરાના પેાતાના જૂના મિત્ર દેસાઈની મદદથી એ કબજે કર્યુ.૧૯ અભયસિ ંહા નાયમ્મ રતસિંહ ભંડારી અને ખભાતના મેામીનખાન વાદરાને બચાવી શકવામાં મેડા પડયા. એ સમયથી ૧૯૪૯ સુધી વડોદરા ગાયકવાડીના કબજામાં રહ્યું. ઉપર જોયા પ્રમાણે