________________
૧૭૮] મુઘલ કાલ
(પ્ર. ૫મું ગુજરાતમાં પ્રવેશ કર્યો. એણે ગોધરા અને મહુધા લૂંટયાં. મરાઠા છેક નડિયાદ અને મહેમદાવાદ સુધી આવી પહોંચ્યા હતા. મરાઠાઓની આગેયના સમાચારથી અમદાવાદની આજુબાજુના પરાં-વિસ્તારના લેકએ જ્યભીત બની રક્ષણ માટે અમદાવાદમાં કેવો ધસારે કર્યો હતો એનું વર્ણન “મિરાતે અહમદી'ના લેખક અલી મુહમ્મદખાન, જે પોતે એ વખતે ત્યાં હતાં, તેણે આપેલું છે. મરાઠાઓને સામનો કરવા માટે અમદાવાદમાં ઘણી મોટી તયારી કરવામાં આવી હતી, પણ ફેલાયેલી હતાશાથી છેવટે મુઘલ સૂબેદાર ઇબ્રાહીમખાને મરાઠા સેનાપતિ વિશ્વનાથની માગણી મુજબ બે લાખ અને દસ હજાર રૂપિયા આપ્યા ત્યારે મરાઠા વિદાય થયા.9
૧૭૧૧ માં ખંડેરાવ દાભાડેએ ભર્ચ સુધી કૂચ કરી, પરંતુ ગુજરાતના સૂબેદાર શાહમતખાને મરાઠાઓને અંકલેશ્વર આગળ સજજડ હાર આપી અને ખાનદેશની સરહદ પર પાછા જતા રહેવાની ફરજ પાડી, પણ થોડા વખતમાં, (૧૭૧૬ સુધીમાં) દાભાડેએ બુરહાનપુરથી સુરત સુધીના વેપારી માર્ગો પર પિતાને અંકુશ સ્થાપી દીધો અને ઘણી જગ્યાએ જકાતનાકાં સ્થાપી વણઝારાઓ પાસેથી રકમો ઉઘરાવી. ખંડેરાવની આ પ્રકારની સેવાઓની કદર કરી મહારાજા શાહુએ એને ૧૭૧૭ માં માનસિંહ મોરેની જગ્યાએ મરાઠી સેનાના સેનાપતિ નાખ્યો. દાભાડેની આ નિમણૂક પછી એને દખ્ખણમાં ભારે કામગીરી રહેતી હેવાથી એણે ગુજરાતમાં પિતાના વિશ્વાસુ અધિકારીઓ કંથાજી કદમ બાંડે અને દામાજીરાવ (પહેલા) ગાયકવાડ અને દામાજીરાવના ભત્રીજા અને દત્તક પુત્ર પિલાજીરાવને પ્રતિવર્ષ મોકલીને ચોય જેવી રકમ ઉઘરાવવાની કામગીરી સંપી. ૧૭૨૧ માં દામાજીરાવનું અવસાન થતાં પિલાજીરાવ એને ઉત્તરાધિકારી બન્યો.
પિલાજીરાવે, ૧૭૩૨ માં પોતાનું અવસાન થતાં સુધીના સમયમાં ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરી અને પિતાના કુલની સર્વોપરી સત્તા સ્થાપવાને આરંભ કર્યો. સેનાપતિ દાભાડેએ એને શરૂઆતમાં ખાનદેશમાં નવાપુર ખાતે ઘોડેસવાર ટુકડી સાથે નીચે, પરંતુ કંથાજી કદમ બાંડેએ એ સ્થળ પોતાના અધિકાર હેઠળ આવે છે એવી રજૂઆત છત્રપતિ શાહુ પાસે કરતાં પિલાજીરાવને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી. એ પછી પિલાજીરાવે ખાનદેશ અને સુરત વચ્ચે સીધે વ્યવહાર રાખી શકાય એ હેતુથી સેનગઢની બાજુમાં ડુંગરાળ પ્રદેશમાં પિતાનું મથક સ્થાપ્યું અને ત્યાં સેનાપતિ દભાડે પ્રતિનિધિ તરીકે એ રહ્યો. ત્યાં રહીને એણે રાજપીપળાના રાજાની મિત્રતા કરી નાંદેદ અને સાગબારા (જિ. ભરૂચ) વચ્ચે નાના નાના કિલા સ્થાપવાની પરવાનગી મેળવી