________________
પરિશિષ્ટ ૧).
ગુજરાતમાં વિદેશી વસાહત
[૧૭૩
વેપાર અર્થે વેપારીઓ આવતા. હિંદમાં કામ કરતા અંગ્રેજો માટે દેશી ભાષાનું જ્ઞાન મેળવવું ફરજિયાત હતું. દિવાળી પ્રસંગે કંપનીના નેકરને વેપારીઓ ભેટસગાદ આપતા. રાત્રિભોજન પહેલાંની પ્રાર્થના વેળાએ પ્રેસિડેન્ટ હાજર રહેતો. રાતે બહાર નીકળવા પ્રેસિડેન્ટની પરવાનગી જરૂરી હતી. નવા વાતાવરણની માઠી. અસર કંપનીના જુવાન નોકરો પર ન પડે એ હેતુથી સુરતની કોઠીમાં કડક નિયંત્રણ હતાં. હિંદી સ્ત્રીઓ સાથેના સંબંધ પર પ્રતિબંધ હતું. જહેન. લિચર્લેન્ડ નામે કંપનીના નેકરને હિંદી સ્ત્રી સાથેના સંબંધને કારણે છૂટા થવું પડયું હતું. પોર્ટુગીઝોએ કરેલી ભૂલે અંગ્રેજ ટાળવા માંગતા હતા. કંપનીને અગિયાર નામે નેકર પત્ની સાથે હિંદ આવનાર પ્રથમ અંગ્રેજ હતો. પ્રેસિડેન્ટ જેરેમી બ્લેકમેન (૧૬૪૦) પત્ની સાથે હિંદ આવ્યો. હિંદીઓ સાથે ઝઘડો કરનાર અંગ્રેજ શિક્ષાપાત્ર બનતો. ઈંગ્લેન્ડ દેશને અને ધર્મને લાંછનરૂપ વર્તન કરનાર અંગ્રેજ દંડપાત્ર બનતો.
અંગ્રેજો ભપકાથી હિંદીઓને આંજી નાખવાનો પણ પ્રયત્ન કરતા. પ્રેસિડેન્ટ તથા અન્ય અધિકારીઓના ઘેડા, પાલખી શણગારવામાં આવતાં. રૌનિક સાંજસવાર પ્રેસિડેન્ટને સલામી આપતા. એમના અધિકારીઓની કબરો પણ ભવ્ય. બંધાતી. સુરત ખાતે અંગ્રેજોનું કબ્રસ્તાન મુખ્યત્વે પોર્ટુગીઝ શૈલીથી બાંધેલું હતું તેમાં હિંદુ અને મુસ્લિમ શૈલીની અસરો હતી. ફ્રાંસિસ બૅટન, એકિસડસ અને આંગિયારની કબરો ભવ્ય હતી.'
સુરત પાસે આવેલા સુંવાળી બંદરે યુરોપની પ્રજાઓનાં વહાણ નાંગરતાં. એ બંદરને ઉપયોગ અંગ્રેજોએ શરૂ કર્યો હતો. ૧૬૧૫ થી ૧૬ર૯ માં કંપનીનાં, ર૭ વહાણ સુંવાળી બંદરથી લંડન જવા રવાના થયેલાં. શરૂઆતમાં સુતરાઉ કાપડ તેમજ સરખેજ અને બિયાના(આગ્રા પાસે)ની ગળીની નિકાસ થતી. થોડા સમય પછી સુરોખાર મારી કરિયાણું લાખ ગાલીચા અને ખાંડ પણ મોકલવામાં આવતાં. કંપનીનાં વહાણ પહેળા પનાનું કાપડ બંદૂક સીસું કલાઈ ઈત્યાદિ વસ્તુઓ હિંદના કિનારે ઠાલવતાં. હિંદના કાપડને ઉપાડ ઈંગ્લેન્ડમાં હતો. હેલેન્ડ અને જર્મનીના મોંઘા લિનનને સ્થાને ઘરવપરાશ માટે હિંદનું કાપડ સસ્તું પડતું તેથી કંપનીના ગુમાસ્તા હિંદમાં કાપડનાં મુખ્ય મથક પર જતા અને દલાલ તેમજ વણકર સાથે કરાર કરતા. એ કરાર પ્રમાણે અમુક મુદતમાં અમુક ચોક્કસ ભાલ કંપનીને પૂરો પાડવા બંધાતા.
૧૬૩૦ ના ભયંકર દુષ્કાળની માઠી અસર કંપનીના વેપાર પર પડી. સુરતની કોકીના ૨૧ માણસોમાંથી ૧૪ મરણાધીન થયા. પરિસ્થિતિમાં પોર્ટુગીઝ સાથે