________________
૧૦૦]
મુઘલ કાલ
[પ્ર. ૫મું
કે ચાર વહાણ ગુજરાત અને અરબસ્તાન તરફ જતાં. વેપાર વધતાં અમદાવાદ અને ભરૂચ સ્થળે પણ વલંદાઓની વેપારી કોઠીઓ સ્થાપવામાં આવી.
સુરતમાં વલંદાઓની વસાહત હતી અને તેઓ ત્યાં કાઠથી રહેતા. એમનE - ડાયરેકટરને આવાસ વિશાળ હતો. ઈ.સ. ૧૯ર૭ માં ટેમસ હર્બટ સુરતનું વર્ણન કર્યું છે : એ વલંદાઓના અને અંગ્રેજોના આવાસ તેમજ ફર્નિચર ઉત્તમ પ્રકારનાં. હોવાનું જણાવે છે. મેન્ડેલઑતે કહેવા પ્રમાણે સુરત પાસે નદીને પેલે પાર રાંદેર ખાતે વલંદાઓની વખાર હતી. વલંદાઓનું વેપારી થાણું અમદાવાદમાં મુખ્ય ચાર રસ્તાઓ પર હેવાનું મુસાફર થેવને (ઈ.સ. ૧૬૬૬) જણાવે છે.
શાહજહાં પોર્ટુગીઝોને હરાવવાવલંદાઓની મદદ લેવા ઈચ્છતો હતો, એણે બદલામાં વેપારમાં અમુક છૂટછાટ આપવાની તૈયાર બતાવી, પણ બટેવિયાના ગર્વનરે એ દરખાસ્ત નામંજૂર કરી.
૧૭મી સદીની છેલ્લી પચીસીમાં વેપારના પ્રમાણમાં અતિશય વધારો. થયો. એના લાભ વલંદાઓએ મેળવ્યા. વલંદા ૧૦૦ રૂપિયાના માલ પર ૫૦૦ રૂપિયા નફ રાખતા. એ જ તૈકાના અંતભાગમાં સત્તાવાળાઓના ત્રાસના કારણે વલંદાઓને સુરતનો વેપાર બંધ કરે પડયો. ઈ. સ. ૧૬૯૮ માં મુઘલ. અમીરનાં વહાણુ યુરોપના ચાંચિયાઓએ લૂટયાં. પરિણામે જે ચ વલંદાઓની કોઠીઓ પર નિયંત્રણ મુકાયાં. અંતે સુલેહ થતાં ઔરંગઝેબે એ ઉઠાવી લીધાં. અંગ્રેજી અને ફેચોની માફક વલંદાઓને પણ મુઘલનાં વહાણ લુંટવા બદલ’ નુકસાની પેટે રકમ ભરવાની હતી. વલંદાઓએ ૭૦ હજાર રૂપિયા ચૂકવ્યા અને મક્કા જતાં વહાણેના રક્ષણની બાંયધરી આપી.
૧૮ મા સૈકાના ઉત્તરાર્ધમાં મુઘલેની સત્તાના અસ્ત સમયે અંગ્રેજોનું વર્ચસ સુરત પર વધ્યું. પરિણામે વલંદાઓને સહન કરવું પડયું. ૧૭૬૨ માં સુરતના નવાબે વલંદાઓની કઠી જપ્ત કરી. વલંદાઓએ શહેરમાંથી કોઠી ખસેડી અને નવી જગ્યાએ ખોલી. આ જગ્યા વલંદાવાડ તરીકે ઓળખાઈ. અંતે ઈ.સ. ૧૭૮૮૮ માં વલંદા સુરતની કેડી છોડી જતા રહ્યા. ૩. અંગ્રેજ-વસાહત
વલ દાઓને નફાકારક વેપાર કરતા જોઈ અંગ્રેજોએ હિંદને વેપાર શરૂ કર્યો. ૧૯મા સૈકાની છેલ્લી પચીસીમાં ઈગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ખંભાતના શહેનશાહ (મુઘલ બાદશાહ)ને વેપારી સગવડો આપવા અર્થે પત્ર લખ્યો હતો, પરંતુ અ ગ્રેજોને વેપારી સવલતો તરત પ્રાપ્ત ન થઈકારણ કે મુઘલ દરબારમાં