________________
“૫ મું] સમકાલીન રાજય
(૧૫૩ અને દલપતરામે કબજો મેળવી ફરી જૂનાગઢ ઉપર બહાદુરખાનની આણ પ્રવર્તાવી, પરંતુ થોડા જ દિવસમાં વસંતરાય ફરીથી અણશિયા ખાંટના ૮ થી ૧૦ હજાર સૈનિકો સાથે ગિરનાર દરવાજેથી દાખલ થઈ, લૂંટ ચલાવી ઉપરકોટ ઉપર ચડી જઈ, દરવાજા બંધ કરી બેઠો. આઠ માસ સુધી ચાલુ રહેલા ઘેરામાં પુરવઠો ન પહોંચતાં વસંતરાય ઉપરકોટના કિલ્લામાંથી નાસી છૂટયો. બહાદુરખાન મોરબી સુધી આવે ત્યાંથી માનસહિત એને ફરી જૂનાગઢમાં લાવવામાં આવ્યો. - હવે બહાદુરખાને જૂનાગઢની ગાદીએ બેસી, દિલ્હીની મહમૂદીનું ચલણ બંધ કરી, સ્વતંત્ર સત્તા ધારણ કરી પોતાના નામની ચાંદીની કેરીઓ પાડી. આ કેરી બહાદુરખાન પોતે દિલ્હીના દીવાન તરીકે નવાબ બન્યા હોઈ દીવાનશાહી કેરી તરીકે જાણીતી થઈ.
- ઈ.સ. ૧૭૫૦ માં દીવાન દલપતરામનું અવસાન થતાં જગન્નાથ ઝાલા દીવાનપદે આવ્યા. આ સમયે અરબના પગાર ચડી જતાં તેઓ ઉપરકેટનો કબજે કરી બેઠેલા, પણ જગન્નાથની મદદથી બહાદુરખાને ઉપરકોટને ઘેરે ઘાલ્યો. અરબને તો પગાર જ જોઈતો હતો એટલે હાલજીના પુત્ર કુંભોજીએ વચ્ચે પડી પગાર ચૂકવી આપો અને ધોરાજી ગીર તરીકે મેળવ્યું.
ઈ.સ. ૧૭૫૭માં દિલ્હીની સત્તાને સદંતર ફગાવી દઈ બહાદુરખાન જૂનાગઢ-સોરઠને પહેલે સ્વતંત્ર નવાબ બન્યો.૫૯ (૨) રાધનપુરના બાબી
આ પૂર્વે બહાદુર ખાન અને એના પુત્ર શેરખાન બાબી વિશે સૂચન થયેલું છે. શેરખાનને ગુજરાતના સૂબેદાર તરીકે કામ કરતા શાહજાદા મુરાદબક્ષને સહાય કરવા મોકલવામાં આવેલે (ઈ. સ. ૧૬૫૪–૧૬૫૭) અને ૧૯૬૩માં ચૂંવાળ પ્રદેશના થાણદાર તરીકે નીમવામાં આવેલ. એના પુત્ર જાફરખાનની શક્તિઓની કદર તરીકે એને બાદશાહ તરફથી ઈ.સ. ૧૬૯૦ માં ચૂંવાળને હાકેમ બનાવ્યું. ત્યાંની નોકરી સારી બજાવતાં એને બાદશાહ તરફથી “સફદરખાન ને કાબ મળે. વળી રાધનપુર સમી મુજપુર અને મેરવાડા મળ્યાં હતાં. ઉપરાંત એ ઈ.સ ૧૭૦૩ માં પાટણને સહાયક હાકેમ બનેલ. ઈ.સ. ૧૭૦૪ માં એને વિજાપુરનો અને ૧૭૦૬ માં પાટણને હાકેમ બનાવવામાં આવેલ. ૧૭૦૫ માં ગુજરાતના દક્ષિણ ભાગ ઉપર મરાઠા ચડી આવ્યા ત્યારે બાદશાહના હુકમથી નજરઅલી ખાન અને સદરખાનને એમનો સામનો કરવા જવાને હુકમ થતાં રાજપીપળાના પ્રદેશમાં ગયા, જ્યાં થયેલી અથડામણમાં સફદરખાન કેદ પકડાયો. પણ મરાઠા સરદાર ધનાજી જાદવે એની પાસેથી મોટો દંડ લઈ એને મુક્ત કર્યો.