________________
૫ મું] સમકાલીન રાજ્ય
[૧૭ કાનજી વાઘ ખુમાનસિંહ જિતસિંહ અને ભીમસિંહ સત્તા ઉપર એક પછી એક એક આવ્યા.૫૨
૧૦. સોલંકી વંશ (૧) લુણાવાડાના સોલકી
પાટણના મૂળરાજ સોલંકીના વંશમાં ધવલદેવ નામે થયેલ એક રાજવીએ ઈ.સ. ૧૧૦૪ માં ધોળકામાં અને પછી ઈ.સ. ૧૧૩૪ માં ચુંવાળમાં આવેલા કાલરીગઢમાં સત્તા સ્થાપી. એને પ્રપૌત્ર વીરભદ્ર એ સ્થાન છેડી વીરપુર (વાડાસિનોર રાજ્યમાં) આવ્યા અને ત્યાંના ઠાકોર વીરા બારિયાને વિનાશ કરી ઈ.સ. ૧૨૨૫ માં ત્યાં ગાદી રથાપી. ત્યાં વીરભદ્ર પછી કીક માનસ હ માહાવસિંહ ગમસિંહ પૃથીપાલકસિંહ વિક્રમસિંહ અને વિલસિંહ એક પછી એક સત્તા ઉપર આવ્યા. આ છેલ્લા વિઠ્ઠલસિંહે વીરપુરથી લુણાવાડાની નજીકમાં આવેલા ડીડિયા ગામમાં ગાદી ખસેડી. એના વંશમાં થયેલા ભીમસિંહે ઈ.સ. ૧૪૩૪ માં ત્યાંથી ખસી લુણાવાડામાં ગાદી સ્થાપી. એના પછી ગંગદાસ ઉદે રાઘવરાસિંહ (વાઘસિંહ) અને માલા રાણો (ઈ.સ. ૧૫૭૫ માં હયાત) થયા. એના પછી આવેલા વનવારજીને ઈ.સ. ૧૫૯૪ માં દેહાંત થતાં એની પછી અખેરાજ સત્તા પર આવ્યો. એના અવસાને કુંભ રાણે સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૭ મા સૈકાના આરંભમાં એ હતો. એના પછી ગાદીએ આવેલ જિત'સિંહ ઈ.સ. ૧૬૧૮ માં અવસાન પામ્યો અને એના પછી ત્રિકસિંહ અને દયાલદાસ આવ્યા, જે છેલ્લાનું અવસાન ઈસ. ૧૬૩૭ માં થતાં ચંદ્રસિંહ સત્તા પર આવ્યો. એનું ઈ.સ. ૧૬૭૪ માં અવસાન થતાં કુંવરસિંહ અને એના ઈ.સ. ૧૭૧૧ માં થયેલા અવસાનને લીધે નાહારસિંહ સત્તા ઉપર આવ્યો, જેણે ઈ.સ. ૧૭૧૮ માં લુણાવાડાના કિલ્લાનો પાયો નાખેલ. એના સમયમાં હૈદર કુલીખાને ચડાઈ કરી એની પાસેથી ફોજબંદી તરીકે મોટી રકમ લીધી હતી. એના ઈ.સ. ૧૭૩૫ માં થયેલા અવસાને એના મોટા કુમાર જિતસિંહના પુત્ર વખતસિંહ ગાદીએ આવ્યો. એના સમયમાં અમદાવાદના મુઘલ સૂબેદારે ચડાઈ કરી દંડ વસૂલ કર્યો હતો. ઈ.સ. ૧૭૫૭ માં વખતસિંહનું અવસાન થતાં મોટો કુમાર દીપસિંહ સત્તા પર આવ્યા.૫૪ (૨) વાંસદાના સેલંકી
કાલરીગઢમાં રાજ્ય કરતા ધવલદેવ સોલંકીના વંશમાંના કેઈ મૂલદેવે ઈસ. ના ૧૫ મા સૈકાના અંતભાગમાં વાંસદા(જિ. વલસાડ)માં સોલંકી સત્તાની સ્થાપના કરી. એના પછી નંદલદેવ બલદેવ કરણદેવ ઉદયસિંહ મેલકરણ અને