________________
૫ મું]
સમકાલીન રાજે
[ ૧૩૦
એ ચભારિયા દામાજીના નામથી દામનગર (તા. લાઠી-દામનગર) તરીકે જાણીતું થયું. ત્યાર બાદ ગાયકવાડે લાઠીને રક્ષણની જવાબદારી ઉઠાવી લીધેલી. (૩) પાલીતાણાના ગૃહિલે
પાલીતાણાના ગૃહિલાની શાખા ગોહિલવાડના ગૃહિલેના આદ્ય પુરુષ સેજકજી (ઈ.સ. ૧૨૪૦-૧ર૯૦)ને ત્રીજા કુમાર શાહજીથી શરૂ થઈ હતી. શાહજીની બહેન વાલમકુંવર જૂનાગઢના ચૂડાસમા રા' ખેંગારને પરણી ત્યારે રાત્રે સારંગજી અને નાના ભાઈ શાહજીને અથલા ચોવીસી જાગીરમાં આપેલી તેમાંથી સારંગજીને માંડવીનો પો કાઢી આપેલો. ત્યાર પછી શહાજીએ ગારિયાધાર જીતી લઈ ત્યાં રાજધાની કરી હતી. શાહજી પછી કુમાર સરજનજી, એના પછી અર્જુનજી, એના પછી તેંઘણજી, એના પછી ભારાજી, એના પછી બને, પછી શિવજી હાડોજી અને કાંધાજી ૧ લો, પછી નાંઘણજી ર જ સત્તા ઉપર અનુક્રમે આવેલા. નોંધણજીને ખેરડીના લોમા ખુમાણ સાથે ઝઘડો થતાં માએ ગારિયાધાર લઈ લીધેલું, પણ શિહોરના અખેરાજજીની મદદથી પાછું હસ્તગત કર્યું. બદલામાં લેમાને નોંઘણજીએ રાણીગામ (તા. ગારિયાધાર) આપી સમાધાન કરેલું. આ નોંધણજી ર ા પછી અર્જુન ર જે, કાંધાજી ર છે અને શો ર જે અનુક્રમે સત્તા પર આવેલા. શવજન કાઠીઓ સાથે થયેલી અથડામણમાં પરાજય મળ્યો અને એણે જાન ગુમાવ્યો. એના પછી સરતાનજી, કાંધેજી ૩ જે, પૃથ્વીરાજજી, ને ઘણજી ૩ જ અને સરતાનજી ર જે અનુક્રમે સત્તા ઉપર આવ્યા. (૪) રાજપીપળાના ગૃહિલો
ગોહિલવાડના ગૃહિલની ૧ લી શાખા વિશે આ પૂર્વેના ગ્રંથ ૫માં (પ્ર. ૧૭૭માં) જણાવ્યા પ્રમાણે મોખડાજીને નાને કુમાર સેમરસિંગજી રાજપીપળા ચાલ્યો ગયો અને ત્યાં પિતાની માતાના પિતાની ગાદીએ બેઠો. એણે “અમરસિંહજી” નામ ધારણ કરી રાજપીપળા(તા. નાંદોદ)ની ગાદી સંભાળી ત્યાં ગૂહિતી જુદી શાખા શરૂ કરેલી. એના મરણે એને નાનો કુમાર ભાણસિંહજી, એના પછી એનો કુમાર ગેમલસિંહજી સત્તા ઉપર આવેલે. એના સમયમાં ગુજરાતના સુલતાન અહમદશાહે ચડાઈ લઈ જઈ રાજપીપળા હસ્તગત કરી લીધું (ઈ. સ. ૧૪૧૩). એ પછી થોડા જ સમયમાં (ઈ.સ. ૧૪૨૧માં) ગેમલસિંહજીનું
અવસાન થતાં એને નાને કુમાર વિજયપાલ વારસ થયો. તેણે રાજપીપળાનું રાજ્ય ફરી હસ્તગત કર્યું. એના પછી એને કુમાર હરિસિંહ સત્તા પર આવ્યો. પણ અહમદશાહ ફરી ચડી આવતાં એને રાજપીપળા છોડી દેવું પડયું. એણે બાર વર્ષ બહારવટું ખેડવ્યા પછી ઈ.સ. ૧૪૪૩માં ફરી સત્તા હાંસલ કરી. એના