________________
૧૨૮]
મુઘલ કાલ
પ્રિ
રાજય અસ્તિત્વમાં આવ્યું. નાના ભાઈ અમરસિંહજીએ આસકરણજીનું ઈ.સ. ૧૬૩૪ માં ખૂન કરી સત્તા હાંસલ કરી. એના અવસાને યુવરાજ મેઘપાલજી ઈ.સ. ૧૬૪૫ માં સત્તા પર આવ્યો. એના અવસાને ઈ.સ. ૧૯૬૧ માં યુવરાજ ગજસિંહજી સત્તા ઉપર આવ્યો.૨૩ આ સમયે વાંકાનેરના રાજા રાયસિંહજીએ બહારવટું ખેડેલું, જેમાં ગોહેલ અજી હળવદ પાસે ઈ.સ. ૧૬૬૬ માં માર્યો. ગ. ગજસિંહજીના બંને કુમાર મરણ પામેલા એટલે એના પછી ફટાયા કુમાર જશવંતસિંહજી ઈ.સ. ૧૬૭૨ માં સત્તા પર આવ્યો.૨૪ એ સાલમાં મુઘલ સૂબેદાર જોધપુરના મહારાજા જશવંતસિંહજી ખંડણી ઉઘરાવવા હળવદ ઉપર ચડી આવેલા એમાં હળવદ પડયું ને હળવદની જાગીર ખાલસા કરી નજરઅલી. ખાન બાબી નામના એક સરદારને બક્ષિસ આપવામાં આવી. ૨૪ આ સમયે હળવદનું મુહમ્મદાબાદ' નામ શરૂ કરવામાં આવેલું (ઈ.સ. ૧૬૭૩–૭૮). આ પછી બે વર્ષ સુધી વાંકાનેરના ચંદ્રસિંહજી ૧લાની સત્તા રહી, પરંતુ ઈ.સ. ૧૬૮૦ માં જશવંતસિંહ ઝાલાએ ઔરંગઝેબ પાસેથી સનદ મેળવી હળવદ તેમ કૂડાના મીઠાના અગરે પરને કાયમી હક્ક મેળવ્યો.
જશવંતસિંહજીનું જોધપુરના મારાઓ દ્વારા ઈ.સ. ૧૭૨૩માં ખૂન થયું એટલે કુમાર પ્રતાપસિંહજી સત્તા ઉપર આવ્યો. એના અવસાને યુવરાજ રાયસિંહજી ઈ.સ. ૧૭૩૦માં સત્તા પર આવ્યો.૨૫ એણે રાજ્યને વિસ્તાર વધારતાં હવે રાજધાની ધાંગધ્રામાં લાવવામાં આવી. આમ છતાં રાજ્યાભિષેક તો હળવદની ટીલા–મેડીમાં જ થવાનું અવિચ્છિન્ન રહ્યું. એના પછી કુમાર રાજસિંહજી ઈ.સ. ૧૭૫૬-૫૭માં સત્તા પર આવ્યો. (૨) શિયાણું–લીખડીના ઝાલા
પૂર્વે (ગ્રંથ ૫, પૃ. ૧૭૫) જણાવ્યા પ્રમાણે મુઘલ સત્તાના હુમલાઓથી બચવા આસકરણે જાંબુ છોડી શિયાણીમાં રાજધાની સ્થાપી હતી (ઈ.સ. ૧૫૮૩). એનું ઈ.સ. ૧૫૮૪ માં અવસાન થતાં એને પુત્ર અદેજી ૧ લે સત્તા ઉપર આબે, પણ મુઘલ આક્રમણ આવતાં એને શિયાણી છોડી હળવદ જઈ રહેવું પડયું. પછીથી એણે શિયાણી પાછું કબજે કર્યું. એ ઈ.સ. ૧૬૩૪ માં અવસાન પામતાં એના પછી વહેરોળ ૧ લો, કરણસિંહજી અને ભોજરાજજી શિયાણીમાં એક પછી એક આવ્યા. ભેજરાજજીનું ઈ.સ. ૧૭૦૬ માં અવસાન થતાં એને પુત્ર અોછ જે સત્તા ઉપર આવ્યો. વઢવાણમાં કોટાથી આવી અર્જુનસિંહજી અને અભેસિંહજીએ ભગતસિંહજીનું ખૂન કરી સત્તા હાંસલ કરી ત્યારે મોરબીના કાંયાજીની મધ્યસ્થીએ નિમાયેલા ઝાલા રાજવીઓના પંચમાં શિયાણીને