________________
૧૨૪]
મુઘલ કાલ
[ 5.
મહેરામણજીના અવસાને એના પાટવીકુમાર સાહેબજીને સત્તા મળી. સરધારમાં રહીને જ એ થાણદારની નોકરી બજાવતો હતો. સાહેબજીને એના નાના ભાઈ કુંભાજી સાથે મેળ નહતો. એ સમયના સૌરાષ્ટ્રના ફોજદાર કુબુદ્દીને વચમાં પડી કુંભોજીને અરદેઈ અને રીબ આપી સમાધાન કરી આપ્યું. ઈ.સ. ૧૬૭૫ માં સાહેબજીના અવસાને એને કુમાર બામણિયા અનુગામી બન્યો. બામણિયોજી સરધાર સાથે સાથે રાજકેટમાં પણ રહી પિતાનાં ગામનો વહીવટ કરતે હતો. થાણદારની નેકરીથી એણે કેટલાંક વધુ ગામ પણ મેળવ્યાં ને કેટલાંક ઇજારે પણ રાખ્યાં. મિયાણાઓ સાથેની એક અથડામણમાં એ માર્યો જતાં ઈ.સ. ૧૬૯૪ માં એને કુમાર મહેરામણજી રજે અનુગામી બને.
ઈ.સ. ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાને સૌરાષ્ટ્રમાં રાજકારભાર ઢીલ થતાં, દક્ષિણ ગુજરાત તરફ મરાઠાઓની ભીંસ વધતાં સૌરાષ્ટ્રનાં મુઘલ સૈન્યોને એ બાજ બોલાવી લેવામાં આવ્યાં. આ તકે મહેરામણજીએ રાજકોટ પિતાની નીચે સંપૂર્ણપણે લઈ આસપાસનાં બીજાં ગામ પણ કબજે કર્યા, પછી ઈ.સ. ૧૭૨૦ માં જૂનાગઢને નાયબ ફેજદાર માસુમખાન મહેરામણજી પર ચડી આવ્યો. એને જગમાં ખતમ કરી રાજકોટનો કબજે કરી રાજકોટ અને સરધારની ફોજદારી સ્વીકારી લીધી. રાજકેટ નીચે એ વખતે જસદણ (તા. જસદણ), ભાડલા (તા. જસદણ) વગેરે ગામ હતાં. મુઘલ બાદશાહ મુહમ્મદશાહે ઈ.સ. ૧૭૨૦ માં રાજકોટનો મહાલ માસૂમખાનને જાગીરમાં આપ્યો ને ઈ.સ. ૧૨૨ માં માસૂમખાને રાજકોટનો કિલ્લો બંધાવી એનું નામ જ “માસૂમાબાદ” આપ્યું. એણે ઈ.સ. ૧૭૩ર સુધી ફેજિદાર તરીકે આ મહાલ પર સત્તા ભોગવી. પછી મહેરામણજીના પાટવી કુમાર રણમલજીએ રાજકોટ જીતી લીધું અને બીજા છ ભાઈઓને એક–એક ગામ ગરાસમાં આપી પિતાનું બળ જમાવ્યું. આગળ જતાં કાઠીઓએ કબજે કરેલા સરધારનો પણ કબજો મેળવી લીધો હતો. ઈ.સ. ૧૭૪૬ માં એનું અવસાન થતાં એને પાટવીકુમાર લાખોજી એને અનુગામી બન્ય. પોતે ઢીલો પોચે હાઈ પોતાની હયાતીમાં જ એણે પોતાના પાટવી મહેરામણજીને રાજ્યાભિષેક કર્યો. (૫) ગોંડળના જાડેજા
સરધારમાં અને રાજકોટમાં રહી થાણદારની સેવા બજાવતા મહેરામણજીની પછી અનુગામી બનેલા મોટા પુત્ર સાહેબજી અને નાના પુત્ર કુંભેજી વચ્ચેના :ઝઘડાનું સૌરાષ્ટ્રના ફોજદાર કુબુદ્દીને સમાધાન કરી આપ્યું ત્યારે કુંભાજીને અરદાઈ અને રીબ એ બે ગામ આપવામાં આવેલાં. આ કુંભાજીએ ગાંડળની પોતાની અલગ