________________
૪ થુ]
મુઘલ હકૂમતની પડતી...
૧૫
જેવાં આકરાં પગલાં લીધાં છતાં મોમીનખાનને નાણાંની તંગી જ રહી. લશ્કરનો પગાર નિયમિત ચૂકવાતો નહિ. પરિણામે ઘણું સંખ્યામાં લશ્કરી સૈનિકેએ મોમીનખાનને પક્ષ છોડવો અને દામાજીરાવે અસંતોષાયેલાઓને નેકરી આપવાની જાહેરાત કરતાં તેઓ મરાઠા પક્ષે જોડાયા ( રૂટોબર, ૧૭૫૭). ૧પ૭ ના અંત સુધીમાં મરાઠાઓએ અમદાવાદ શહેર ફરતો ઘેરો વધુ કડક બનાવી ભીંસ વધારી. ૧૭૫૮ ના આરંભમાં સૂફી ઉમરાવ શાહ નુરે (મૂળ નામ હસનકુલીખાન) મોમીનખાનને કરુણ સ્થિતિમાંથી ઉગારી લેવા પેશવા સાથે સમાધાન કરાવી આપવાનો પ્રયત્ન કરી જે. પેશવા પાસેથી લાવેલી શરતો શાહ રે મોમીનખાનને જણાવી, પરંતુ મોમીનખાને એ સ્વીકારી નહિ. શાહ નરે તેથી પ્રયાસ છોડી દીધા (જાન્યુઆરી ૧૫), પરંતુ એક જ મહિનામાં મોમીનખાને સમગ્ર પરિસ્થિતિથી તંગ આવી જતાં સમાધાન માટે તૈયારી બતાવી દામાજીરાવ ગાયકવાડની મધ્યસ્થી સ્વીકારી. જે સમાધાન થયું તેમાં મોમીનખાને સિત્તેર હજાર (મૂળ એક લાખની રકમ હતી) રૂપિયા આપવાનું, ખંભાત બંદર એની પાસે રહેવા દેવાયું, પણ એની અડધી જકાત પેશવાને આપવાનું, ઘોઘા સેંપી દેવાનું અને મુખ્ય મંત્રી શંભુરામને કબજે સોંપી દેવાનું કબૂલ્યું. એ પછી અમદાવાદ મરાઠાઓના કબજામાં આવ્યું (ફેબ્રુઆરી ૨૭, ૧૭૫૮)૧૫ અને એની સાથે મુઘલ સત્તાને ગુજરાતમાં અંત આવી ગયા.
પાદટીપ 1. Siyar-ul-Mutakherin, trans. by J. Briggs, Vol. I, pp.98–101 ૨. “મિરાતે અહમદી', (ગુજ. અનુ. કે. . ઝવેરી), વેં. ૨, ખંડ ૧, પૃ. ૭-૮ 3. Gense and Banaji, The Gaikwads of Baroda, Vol. I, pp. 21-22 ૪. “મિરાતે અહમદી', બૅ. ર, ખંડ ૧, પૃ. ૨૩ ૫. એજન, પૃ. ૫૯-૬૦ $. Gense and Banaji, op. cit., pp. 5-7 ૭. W. Irwine, Later Mughals, Vol. II, pp. 193-94, 196, 200–21;
મિરાતે અહમદી', . ૨, ખંડ ૧, પૃ. ૧૧૬, ૧૨૧-૧૨૨, ૧૩૬-૧૩૮ < V, G. Dighe, Peshwa Baji Rao I and Maratha Expansion,
pp. 33–36