________________
૧૦૪]
મુઘલ કાલ
શિવા સાથે કરાર કર્યા (માર્ચ ૨૩, ૧૭૩૦). એમાં અમુક અપવાદ સાથે પ્રાંતના સમગ્ર મહેસૂલમાંથી ચેથ અને સરદેશમુખી આપવા કબૂલ્યું. પેશવા ૨૫ હજારનું અશ્વદળ રાખી શાંતિ સ્થાપે, એ પોતે છત્રપતિ શાહુ વતી સત્તા ભોગવે અને પિલાજીરાવ વગેરે મરાઠા સરદારોની લડાયક પ્રવૃત્તિઓ અટકાવે એવી અપેક્ષા રાખવામાં આવી હતી,
સરબુલંદખાનને દિલ્હીથી મદદ મળવાની બંધ થઈ હતી પોતે ઉડાઉ હતું અને ખર્ચ કરવામાં બેદરકાર હતો વળી મોટું લશ્કર પણ એને નિભાવવું પડતું આથી એ એક વર્ષમાં બે વખત પણ અમદાવાદના વેપારીઓ અને દુકાનદારે પર ગેરકાયદે વેરા નાખી રકમ ઉઘરાવતા. એનું વહીવટીતંત્ર ઘણું જુલમી હતું. એણે નગરશેઠ ખુશાલચંદના દુશ્મનની સ્વાથી નીતિથી દેવાઈને ખુશાલચંદને કેદ કર્યા અને રેશમના વેપારીઓના મહાજનના મુખી શેઠ ગંગાદાસને એની જગ્યાએ નીમ્યા. છેવટે ૬૦ હજાર રૂપિયા લઈ ખુશાલચંદને છોડી મૂકવામાં આવ્યા, જેકે સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તાને ગંભીર ફટકો પડ્યો ન હતે. સૌરાષ્ટ્રના જે હિંદુ રાજાઓ ખંડણી આપવામાં આનાકાની કરતા અથવા મુઘલ સત્તાને સામને કરવા તૈયાર થતા તેમને સરબુલંદખાને અને એના પ્રતિનિધિઓએ નમાવીને ખંડણી વસૂલ લીધી. સરબુલંદખાન જ્યારે કચ્છમાં ભૂજને ઘેરે ઘાલી રહ્યો હતો ત્યારે એને સૂબેદાર-પદેથી બરતરફ કરાયાના અને એની જગ્યાએ મારવાડના મહારાજા અભયસિંહ નિમાયાના સમાચાર મળ્યા, તેથી એ ઘેરે ઉઠાવી લઈ ટૂંકા રસ્તે અમદાવાદ આવ્યો. પિતાના લશ્કરને પગાર ચડી ગયો હતો તેથી એની ચુકવણી માટે અમદાવાદ શહેરમાંથી રકમ ઉઘરાવવાનું નકકી કર્યું. હિંદુઓ પાસેથી બે-તૃતીયાંશ અને વહેરાઓ (જેમાંના ઘણાં સુન્ની હતા અને શ્રીમંત હતા) પાસેથી એક-તૃતીયાંશ ભાગ ઉઘરાવવાનું પ્રમાણ રાખ્યું, પરંતુ વહેરાઓએ સરબુલંદખાનની માગણીને વિરોધ કરવાનું નક્કી કર્યું. એમને શેખ અબ્દુલા નામના સંતે દેરવણી આપી. સરબુલંદખાને સમયસૂચકતા વાપરી રોષે ભરાયેલા મુસ્લિમોને શાંત કરવા સમાધાનકારી નીતિ અપનાવી એમની પાસે રકમ લેવાનું માંડી વાળ્યું, પરંતુ શેખ અબ્દુલ્લાએ ઉગ્ર બની હિંદુઓ પાસેની રકમ પણ માફ કરાવવા આગ્રહ રાખતાં સરબુલંદખાને લશ્કર મોકલી બંડખેરેને કેદ કર્યા અને અગાઉની માગણી બેગણી કરી (જુલાઈ ૧૯, ૧૭૩૦). આ બનાવ સુબેદારે ગુજરાત છોડતાં પહેલાં ત્રણેક મહિના અગાઉ બન્યા હતા.