________________
૪થુJ મુઘલ હકૂમતની પડતી.
[૫ નીકળ્યા. એમની ખંડણીની માગણી વધુ પડતી હતી તેથી નવાનગર તરફથી સશસ્ત્ર સામને થયું, પરંતુ અજિતસિંહે પિતાના હુકમને કરાવી કડકાઈથી કરાવ્યો. એ પછી એ દ્વારકાની યાત્રાએ ગયા. દરમ્યાનમાં બાદશાહ પાસે ગુજરાતમાંના મારવાડી અધિકારીઓની જુલમી નીતિ વિશે ફરિયાદો થતાં બાદશાહ અજિતસિંહની જગ્યાએ ખાન દૌરાન સમસુદ્દલાની ગુજરાતના સુબેદાર તરીકે અને અબ્દુલ હમીદખાનની એના નાયબ તરીકે નિમણૂક કરી. અજિતસિંહને આ સમાચાર ખંડણી વસૂલ લઈ પાછા ફરતી વખતે સરખેજ પાસે મળ્યા. અજિતસિંહ આ ફેરફારને મુકાબલે કરવા આવશે એમ માની અબ્દુલ હમીદખાને શહેરની રક્ષણ વ્યવસ્થા તૈયાર કરી લીધી. અજિતસિંહે સરખેજથી આગળ વધી શાહીબાગ ખાતે પડાવ નાખ્યો, પણ પિતાના વિશ્વાસુ સલાહકાર નહરખાનની સલાહ માની કોઈ પણ અથડામણ કે સંધર્ષમાં આવ્યા વગર એ જોધપુર જવા વિદાય થઈ ગયા (જૂન ૧૦, ૧૭૧૭). ખાન દોરાન (ઈ.સ. ૧૭૧૭-૧૮) | નવો નિમાયેલો સૂબેદાર ખાન દોરાની દિલ્હી દરબારમાં ભારે શક્તિશાળી અને નોંધપાત્ર ઉમરાવ હતો તેથી એ દિલ્હી છોડવા તૈયાર ન હતો. આથી એણે પોતાના નાયબ અધિકારીઓ નીચે વહીવટ ચલાવ્યા. ખાન દૌરાને સુરતના મુસદ્દી હૈદર કુલીખાનને ગુજરાતમાં પોતાના નાયબ તરીકે નીમ્યો (ડિસેમ્બર, ૧૭૧૭). સુરતથા અમદાવાદ આવતા રસ્તે વટવા નજીક સફદરખાન બાબી નામના સ્થાનિક શક્તિશાળી ઉમરાવ સાથે એને ઘર્ષણમાં ઊતરવું પડયું, પરંતુ એના કેળવાયેલા રસૈનિકો આગળ સફદરખાનનું લશ્કર ટકી શકયું નહિ અને એને વિખરાઈ જવા ફરજ પડી. ગુજરાતમા મુરિલમ ઉમરા વચ્ચેના લાંબા ઘર્ષણની શરૂઆત આ રીતે અહીંથી થઈ. પાલનપુરના રાજવી દીવાન ફીરોઝખાન જાલરીની દરમ્યાનગીરીથી આ બંને ઉમરાવો વચ્ચે પાછળથી સમાધાન થયું હતું. કૂચ કરીને અમદાવાદ આવ્યા પછી હૈદર કુલીખાને વડોદરા પરગણામાં અને મહી પ્રદેશમાં ઉપદ્રવ કરતા કોળીઓને નમાવવાની કામગીરી બજાવી.
હૈદર કુલી ખાનના ટૂંકા નાયબ પદના સમયમાં અમેરિયા (સ. ૧૭૭૪ ને) દુકાળ પડ્યો (૧૭૧૮) તેની રાજધાની અમદાવાદ અને ગુજરાત પ્રદેશમાં ગંભીર અસર થઈ. અનાજના ભાવ ઊંચા ગયા. ચાર શેર બાજરીને ભાવ એક રૂપિયો હતો છતાં બાજરી મળતી ન હતી. હૈદર કુલીખાનના હુકમ પ્રમાણે બધું અનાજ રાજધાનીમાં લાવવામાં આવ્યું અને દીવાન રધુનાથદાસને ત્યાં એકત્ર કરાયું, જ્યાંથી એનું વેચાણ અંકુશિત રીતે કરવામાં આવ્યું. થડા વરસાદથી