________________
૪થુ ]
મુઘલ હકૂમતની પડતી.
બંને પક્ષોએ પોતપોતાના મિત્રોને લશ્કરો સહિત બેલાવ્યા. બંને વચ્ચે ભરૂચ નજીક સશસ્ત્ર ઘર્ષણ થયું. અંતે કિરદાર ઝિયાખાનને નમતું જોખવું પડયું.
ભૂતપૂર્વ સૂબેદાર શાહમતખાને એના અમલ દરમ્યાન વસૂવ લીધેલી કેટલીક મહેસુલી રકમ શાહી તિજોરીમાં જમા કરાવી ન હતી તેથી દાઊદખાનના સમયમાં રાજ્યના હુકમ પ્રમાણે એની મિલકત જપ્ત કરવામાં આવી. પ્રાંતમાં કરવેરાની વસૂલાતમાં બાદશાહે કેટલાક સુધારા કર્યા. ભારે વરસાદ પડતાં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યાં ને તેથી ઘણું છે તારત નાશ પામી. એ સંકટમાં પ્રજાને રાહત આપવા બાદશાહની મંજૂરી મેળવીને ખર્ચ કરવામાં આવ્યું. આ સમયમાં આંટને વેપાર વધી પડતાં પ્રજાને સામાન્ય નાણુ વહેવાર બંધ પડી ગયો હતો તેથી કપૂરચંદ ભણસાળી વગેરે શરાફોને બોલાવી એ પ્રકારને વેપાર ઓછો કરવા સૂચનાઓ આપવામાં આવી. આંટને વહેવાર ઘટાડવાના પ્રશ્નને લઈને મદનગોપાળ અને પૂરચંદનાં બે શરાફી જૂથ વચ્ચે ઝઘડો થયો. આ મામલે બાદશાહ પાસે જતાં કપૂરચંદ વગેરેને ગુનેગાર ગણી કેદ કરવામાં આવ્યા અને એમની મિલકત જપ્ત કરવામાં આવી.
દાઊદખાનના સમયમાં ગુજરાતમાં ઘણી અરાજકતા ફેલાઈ. કોળીઓ અને લુંટારાઓને ત્રાસ ચાલુ જ હતો. એ બધી માહિતી દિલ્હી મોકલાતાં દાઊદખાનને દખણમાં મોકલવામાં આવ્યો (૧૭૧૫) અને એની જગ્યાએ મહારાજા અજિતસિંહને નીમવામાં આવ્યા. મહારાજા અજિતસિંહ (ઈ.સ. ૧૭૧૫-૧૭)
અજિતસિંહને ગુજરાતનો સૂબેદાર અને એના સૌથી મોટા પુત્ર અભયસિંહને સેરઠને ફોજદાર નીમવામાં આવ્યા, પરંતુ એ બંને પિતાપુત્રે રૂબરૂ ન આવતાં પિતાના નાયબ તરીકે અનુક્રમે વિજયરાય ભંડારી અને ફરસિંહ કાયસ્થને મોકલ્યા (જુલાઈ, ૧૭૧૫). ગુજરાતના દીવાન તરીકે ઉંદર કુલી ખાનને નીમવામાં આવ્યો. હૈદર કુલી ખાનનું નામ પછીનાં ઘણાં વર્ષ સુધી ગુજરાતના રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલું રહ્યું.
પિતાની નિમણુક પછી થોડા મહિના બાદ અજિતસિંહે અમદાવાદ આવી (ફેબ્રુઆરી ૨૨, ૧૭૧૬) પહેલાં શાહીબાગમાં અને પછીથી ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો. એની સાથે નાહરખાન નામને બાહોશ મુસ્લિમ સલાહકાર અને મંત્રી હતા. મારવાડથી આવેલા અમલદાર જુલમી હોવાથી અજિતસિંહને વહીવટ અપ્રિય બન્યો હતો.