________________
પ્રકરણ ૪
મુધલ હકૂમતની પડતી અને એના અંત
ઇબ્રાહીમખ'ન (ઈ.સ. ૧૭૦૭–૧૭૦૮)
ઔર'ગઝેબના અવસાન પછી પાયતખ્ત માટે ઝઘડા થવા લાગ્યા એ અરસામાં ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ થયાં.
મરાઠા રાજા છત્રપતિ શાહુના સેનાપતિ ધનાજી જાદવે ગુજરાત પર ખીજ વાર આક્રમણ કરી ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વિનાશ સર્જ્યો. થે।ડા વખત પછી સેનાપતિ બાલાજી વિશ્વનાથે માળવામાં થઈ પૂર્વ ગુજરાતમાં વિશાળ લશ્કર સાથે પ્રવેશ કર્યાં. મરાઠા લૂંટફાટ કરતા અને આગ લગાડતા, ગાધરા અને મહુધા થઇ મહેમદાવાદ સુધી, આવી પહોંચ્યા. મેદાર બ્રાહીમખાને આકસ્મિક આવી પડેલા ભયનેા સામના કરવા તાબડતાબ પગલાં લીધાં અને ત્રણ દિવસમાં સાબરમતીની ઉત્તરે રહેતી મુસ્લિમ પ્રજામાંથી ૮,૦૦૦ નું અશ્વદળ અને ૩,૦૦૦નું ભૂમિદળ તૈયાર કર્યુ અને એમાં આજુબાજુના વિસ્તારેમાંથી કાળીએ અને રાજપૂતેાએ બીજા ૪,૦૦૦ માણસ પૂરા પાડયા. બ્રાહીમખાનની મદદમાં અબ્દુલ હમીદખાન, મુહમ્મદ બેગખાન, નજરઅલીખાન, સફદરખાન બાબી અને ખીજા મનસબદારે। અને ફોજદારે પાતપેાતાના રસાલા તેમ તાપખાનાં સાથે સામેલ થયા. અમદાવાદ શહેર બહાર કાંકરિયા તળાવ પર એ અધાએ પડાવ નાખી મરાઠાઓની રાહ જોવા માંડી.
આટલી બધી મેોટી સંખ્યામાં મુઘલ સેના તૈયાર હતી છતાં અમદાવાદની પરાં–વિસ્તારની અને નજીક આવેલાં ગામડાંઓની પ્રજાને પેાતાની સલામતી માટે વિશ્વાસ બેસતા ન હતા તેથી ભયગ્રસ્ત બનેલાં સ્ત્રી-પુરુષાએ પાતાનાથી લેવાય તેટલું રાચરચીલું લઈને અમદાવાદ શહેરની મજબૂત રક્ષણુ–વ્યવસ્થા તળે જવા ધસારા કર્યાં.
દરમ્યાનમાં કૂચ કરીને મહેમદાવાદ સુધી આવી પહેાંચેલા મરાઠા સેનાના કેટલાક સાહસિકાએ તા વટવા ગામ સુધી આવી પહેાંચી લૂંટ ચલાવી. ખીજી આજુએ મુઘલ સેનાના નિરીક્ષણ માટે નીકળેલા સૂબેદાર ઇબ્રાહીમખાને સૈનિકામાં