________________
3
અમદાવાદઃ ગુજરાતનું મશહુર પાટનગર
[૫
બાદશાહના હુકમથી ગરીબોને અને વહેંચવા માટે લંગરખાનાં ખોલવામાં આવ્યાં હતાં. સૂબેદાર આઝમખાંએ ભદ્રના કિલ્લાના દક્ષિણપૂર્વ ખૂણામાં ઈ.સ. ૧૬૩૬ માં મોટો મહેલ બંધાવ્યો.
શાહજાદા ઔરંગઝેબની સબાગીરી (ઈ.સ. ૧૬૪૪-૧૬૪૬) દરમ્યાન અમદાવાદમાં હિંદુ-મુસ્લિમનું હુલ્લડ થયું ને સરસપુરમાં આવેલું ચિંતામણિનું દેરાસર એમાં ગાયનો વધ કરી અપવિત્ર કરવામાં આવ્યું. બીજું હુલ્લડ મુસલમાનમાં મેહદવી પંથ સામે થયું ને મેહદવી પંથના સૈયદ રાજુની કતલ કરવામાં આવી. શાહજહાંએ ઔરંગઝેબની જગ્યાએ બીજો સૂબે નીમી એને ચિંતામણિનું દેરાસર ફરી બંધાવી આપવાનો હુકમ આપ્યો. ૨૮
ઔરંગઝેબે બાદશાહ થતાં અમદાવાદના શ્રીમંતને ખુશાલીનું ફરમાન મોકલ્યું. ૧૬૬૪માં એણે અમદાવાદમાં ચાલતા કેટલાક અનિષ્ટ રિવાજ બંધ કરવા ફરમાવ્યું.૨૯
એ જ સમયમાં આવેલ ટેવર્નિયર લખે છે કે અમદાવાદ હિંદુસ્તાનમાં એક મોટામાં મોટું શહેર છે ને ત્યાં રેશમી મલમલ અને કિનખાબ વગેરેને જબરે વેપાર ચાલે છે.•
૧૬૮૧ માં અમદાવાદમાં દુકાળને લીધે મોટું હુલ્લડ થયું કે લોકોનું ટોળું સૂબેદાર અમીનખાનની આસપાસ ફરી વળ્યું. એના વખતમાં ભદ્રની અંદરના મહેલોને સમાવવામાં આવ્યા ને બિન-મુસ્લિમ પ્રજા પર જજિયાવેરે નાખવામાં આવ્યું. ૧૬૮૩માં સાબરમતીમાં મોટી રેલ આવી ને શહેરના કોટની તથા ભદ્રના કિલ્લાની દીવાલ ઘણી જગ્યાએ તૂટી ગઈ. બાદશાહે એ રૂા. ૨૨,૬૦૪ ના ખર્ચે સમરાવી. ૧૬૮૪ માં મોટો દુકાળ પડો ને શહેરમાં એ વર્ષનું અનાજ મહેસૂલ માફ થયું. સૂબા સુજાત ખાનના અમલ (૧૬૮૪–૧૭૦૩) દરમ્યાન અમદાવાદના કેટની, કાંકરિયા તળાવની અને શહેરની કેટલીક જીર્ણ મરિજદોની મરામત કરવામાં આવી હતી.
ઔરંગઝેબના ભરણ (ઈ.સ. ૧૭૦૭) પછી મુઘલ સત્તા નબળી પડતી ગઈને અમદાવાદ શહેરની પણ પડતી થતી ગઈ ૧૭૧૪ માં હેળી નિમિત્તે મદન ગોપાલની હવેલી પાસે હિંદુ-મુસલમાનનું ભારે હુલ્લડ થયું. એ વર્ષે સાબરમતીમાં મોટી રેલ આવી ને શહેરના કોટની મરામત કરવી પડી. જુનાનવા સૂબાઓ વચ્ચે સત્તાની સાઠમારી ચાલતી ને એમાં મરાઠાઓને અમદાવાદનો પ-૫-૫