________________
શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી નોંધે પિN
અને સિલેનથી દરિયામાર્ગે વેપારીઓ લઈ આવીને વેચતા. દરેક હાથીની કિંમત ૧૫૦૦ ફુડ હતી. આ આ લડાઈમાં એક હાથી પર ત્રણથી ચાર માણસ સારી રીતે સંરક્ષાયેલા કિલા (હાવડા)માં બાણ તીર બંદૂક અને બીજા શસ્ત્ર લઈને બેસતા ને શત્રુ સામે મારો ચલાવતા, પણ બારબોસા જણાવે છે કે હાથીએ જ્યારે ઘવાતા ત્યારે નાસભાગ કરી લશ્કરમાં મોટે ગૂંચવાડે ઊભો કરતા. ૧૪
ગુજરાતમાં બીજું મહત્વનું અંગ અશ્વદળ હતું. ઘેડા દેશમાં જ ઉછેરવામાં આવતા ને એ ઉત્તમ કોટિના હતા. ઘોડાઓને યુદ્ધમાં ખૂબ સારો ઉપયોગ થતો હતો. ઈરાની તુર્ક યોદ્ધાઓ પ્રાચીન ઈરાની રમતચગાન રમવામાં પણ ઘડાઓને ઉપયોગ કરતા."
બારબોસાએ ગુજરાતનાં બે મુખ્ય શહેર-ચાંપાનેર અને અમદાવાદ–ના એ વિસ્તારને, ત્યાંની અનેકવિધ પ્રવૃત્તિઓને તથા દરિયાકાંઠા પર આવેલા ૧૨ જેટલાં બંદર–નગરને અહેવાલ આપ્યો છે. આ સમયમાં ગુજરાતના શાસક કે રાજાને ખંભાતના રાજા તરીકે ઓળખવામાં આવતો. ૧૬ - ચ પાનેર વિશે લખતાં બારસા જણાવે છે કે મહમૂદ બેગડાએ રાજપૂત રાજા પાસેથી જીતી લઇ પિતાને દરબાર ત્યાં ખસેડ્યો હતે. આ શહેર દૂધ અને મધથી સભર હતું. ત્યાંનાં સપાટ મેદાનોમાં ઘઉં જવ જુવાર ચોખા અને ચણા તથા કઠોળ પુષ્કળ પ્રમાણમાં થતાં હતાં. અહીં સુલતાન મુઝફફર ૨ જે મોટી સંખ્યામાં બાજપક્ષી, શકરો, ચપળ અને પાતળા શિકારી કૂતરા, ગુનાલેધક કૂતરા તથા ચિત્તાને શિકારમાં ઉપયોગી બને એ માટે રાખતો હતો. એણે પાંજરામાં પૂરેલાં જંગલી પશુઓનું સંગ્રહાલય પિતાના આનંદ માટે રાખ્યું હતું, જેમાં એ દુનિયાના ઘણા ભાગોમાંથી પ્રાણીઓ મગાવતો.
બારબેસા ચાંપાનેર પછી અંદવા (અમદાવાદ) વિશે વર્ણન આપે છે, એ ચાંપાનેર કરતાં ઘણું ધનાઢથ અને કદમાં ઘણું મોટું હતું. ત્યાં સુલતાને દરબાર ભરતા હતા. ચાંપાનેર અને અમદાવાદ શહેરે એમની મજબૂત દીવાલે અને પાવાત્ય ઢબનાં છાપરાંવાળાં સુંદર મકાનોથી શોભતાં હોવાનું એ જણાવે છે. ૧૭
બાબાસાએ સંપત્તિ વૈભવ ઉદ્યોગ અને હુન્નરધંધાની બાબતમાં ખંભાતનાં મુક્તકંઠે વખાણ કર્યા છે. આ નગર ભરખ્ય જિલ્લાની વચ્ચે આવેલું હોવાથી દરેક ચીજને પુરવઠે ત્યાં ભરપૂર પ્રમાણમાં મળી રહે. શહેરની